________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
નામ જ રાખવાનું તેના રચનારે યેાગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે. તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે ‘સમગ્ર કાવ્યમાં કાણુ સ્થળે જૈન ધર્મના સુવાસ સ્ફૂરતા નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હાય.'
આખા કાવ્યમાં જૈન ધર્મના કોઇપણ સ્થળે સુવાસ ક્રૂરતા નથી એટલે એને કર્તા જૈનેતર કવિ હોય તેમ માનવાની કાં પણ જરૂર નથી, કારણકે તેમાં જેમ જૈન ધર્મના સુવાસ સ્ફુરતા નથી તેમ વૈદિક ધર્મના નાનિર્દેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી.
વળી તેએશ્રી ઢંઢ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર વિકૃત દ્વાદશ માસ, ફાગણુ, કેડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈનેતર હાવાની એક ચેાથી કલ્પના કરે છે:
કૈસુ કુસુમની પાંખડી (વાંકડી થઈ પેર) જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.'
૪૭
પરંતુ જૈન સાધુ રત્નમંદરગણિ કૃત ‘ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કૅલેજના સરકારી સંગ્રહમાં (એટલેકે આ ‘વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગીઆરમે વર્ષે જ લખાએલી) સંવત ૧૫૧૯ના ચૈત્ર સુદી ૨ ના દિવસે લખાએલી ૩ છે તેમાં આ કાવ્યની ૭૮મી ટૂંક ‘સખિ ! અર્થાલ ચરણ ન ચાંપઈ ચાંપઈ લિઈ નવિ ગન્ધ, શઈ દોહગ લાગઈ આગઈ ઈસુ નિબન્ધુ.’
७८
થાડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છેઃ वसन्तविलासेऽपि -
‘અલિયુગ ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિ હિ સુગન્ધ ર્ડએ દાગ લાગએ આગએ એહુ નિઅન્ય
114 11
પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિર્મૂળ કરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા તરીકે જૈન જ હોવાની આપણી દલીલેામાં એક વધારે દલીલ મળી આવે છે. વળી તેઓશ્રી જાતે જ પ્રાચીન ગુર્જર કાવ્ય'ની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે
છે કે ‘પ્રસ્તુત પ્રતમાં આરંભની છ તકતી નાશ પામી હાવાથી તથા ખેંચેલી તકતીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી ‘વસંતવિંલાસ’ની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પેથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આ, પૃષ્ઠે વાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બનેં પચીસ ક્લેાક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ મૃડું શુદ્ધ ન હતી. એળીઆની અને પોથીની ગુજરાતી તો લગભગ સમાન હતી. . . . આ બે પ્રતા ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પોથીમાંથી ‘વસંતવિલાસ'ની કેટલીક ગુજરાતી કડીએ જૂની ગુજરાતીના રસિયા સદ્ગત
૪૩ ‘ઉપદેશતર’ગિણી' પ્રરતાવના પાનું ૨.