________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ પછી બીજી એક પ્રત ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાંથી વસંતવિજાસ ના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ.સ. ૧૯૨૨માં “હાજી મહમ્મદ-મારક ગ્રંથમાં પાના ૧૮થી ૧૮૮માં બધા યે કલોક અર્થ સાથે પ્રસિદ્ધ કર્યો. આ પટનાં ચિત્રાની ગુજરાતની કળા' તરીકે સૌથી પ્રથમ શ્રીયુત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નોંધમાં ઓળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સોસાએટી તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલા પ્રાચીન ગુર્જર કાવ્ય' નામના ગ્રંથમાં પાના ૧૫થી ૨૩માં બીજી પ્રત મેળવીને શુદ્ધ કરી તૈયાર કરેલા ૮૬ લોકો મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં વસંવાસ ના પટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત કલેક પાના ૧૪પ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા.
ધ્રુવ સાહેબનો આ પટ તથા તેના પ્રસ્તુત લેખોનો મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ ટીપણાની કળા ઉપર પહેલવહેલો એક લેખ અંગ્રેજી ભાષામાં Rupam સૈમાસિકના ઇ.સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ના પાના ૬૧થી ૬૫માં પ્રસિદ્ધ કર્યો, ત્યાર પછી બીજો લેખ The Studies in Indian painting 11441! 24141 Mon 34529ui Secular Painting in Gujarat–XVth Century નામને પાના ૧૫થી ૨૮માં લખ્યો; અને ત્રીજો વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth century 117411 India Sociey silly.. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં લખો અને એ રીતે આ પરનાં ચિત્રોની ઓળખાણ જગતને કરાવી.
પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશયો તરફથી આ ચિત્રો ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને, તે જૈન હોવા છતાં જૈનેતર સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે:
૧ “આ શગારી કાવ્યનો કર્તા અંધારપછેડે એઢી અચર રહ્યો છે, તેથી તેની જાતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વસંતવિલાસમાં કડીએ કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાઇ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલ વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો રાગી પુરૂષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કઈપણ સ્થળે જૈન ધર્મનો સુવાસ ફૂરતો નથી. તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય, પ્રસ્તુત કાવ્યની ચેત્રીસમી કડીની છાયા પંડિત કવિ રનેશ્વરના દ્વાદશ માસમાં દષ્ટિ ખેંચે છે.”૪૦
2 Men and Women decorated the cars with Karna-Phool (large circular ear-rings) and both put Vaishnavite symbols on the forehead.-Mehta (23) p. 20, અર્થાત–પુરુષો અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલા છે અને બંનેને કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ્ન (જેવામાં આવે છે.
પ્રસ્તુત ઉલેખોમાં આ કાવ્યના કર્તા સંબંધી માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક
૪૦ પ્રાચીન ગૂર્જર કાવ્યની પ્રરતાવના પા, ૧૪-૧૫,