________________
ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેના ઇતિહાસ
૩૧
ફળાના અંત વિક્રબની સામી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા” મુગલ કળા અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઇ હતી. અને તે પછી અઢારમા સૈકામાં તે। સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ‘ગુજરાતની જૈનાશ્રિત કળા' સંપૂર્ણપણે સમાઇ ગઈ,
આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં ખીસ્તં ચિત્રા વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાં થા ધર્મગ્રંથામાં મળી આવે છે. પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રો જૈન શ્વેતાંબર કામના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન’ અગર ‘શ્વેતાંબર જૈન' કળાના નામથી સંખેાધવામાં આવેલી છે.
કેટલાક વિદ્વાનો આ કળાને ‘ગુજરાતી કળા'નાપ નામથી ઓળખાવે છે, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાને વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલા હતા. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિમહારાજ શ્રીહુંવિજયજીના વડોદરાના સંગ્રહમાં આવેલી પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત વિ.સં. ૧૫૨૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જોનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રત વડાદરામાં વયેાદ્ ગુરુદેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાએલી છે, ત્રીજી પ્રત ઉત્તરાધ્યયન સ્ત્રની સંવત ૧૫૨૯માં મંડપદુર્ગમાં લખાએલી અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં આવેલા શ્રી દયાવિમલજી શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે. આ સિવાય બીજી ધણી પ્રતો માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. આ તથા બીજા પુરાવા ઉપરથી આ કળાને ‘ગુજરાતી કળાને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ ‘ગુજરાતની કળા' (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંબેાધવી વધારે વાસ્તવિક છે. આ કળાનેા પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીઓના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકા ગુજરાત પ્રદેશની છાયા નીચે હાવાથી સંભવિત છે કે ગુજરાતના ચિત્રકારા ત્યાં જવાને લીધે આ કળાને પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશેામાં થયે હાય. ીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂના મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અણુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત અંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે.
ગુજરાતની આ જેનાશ્રિત કળાને સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે અહુ જ મહત્ત્વના છે. તેનું એક કારણ તે એ છે કે આ ચિત્રકળાના નાના અગર મેટા દરેક ચિત્રે કેટલા યે સૈકા સુધી અજંતા, બાધ અને એલેારાની ગુફાએનાં ભિત્તિચિત્રાની પરંપરા જાળવી રાખી છે. બીજી બાજુ કે જે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળપડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપુત અને મુગલકળાની તે જન્મદાત્રી છે; ત્રીજી બાજુએ કેટલાક દાખલાઓમાં તેની સાથે
૨૫ આ ટિ. ૧, લેખ નં. ૨૨-૨૩-૨૪-૨૫-૨૬,