________________
શુજરાતની જેનાશ્ચિત કળા અને તેને ઈતિહાસ
૪૧ પકીનાં આઠ ચિત્રા (ચિત્ર નં. ૫ર થી પ૯) અત્રે રજુ કર્યો છે. ગુજરાતની જૈનાશિત કળાનાં ચિત્રોમાં કુદરતી દસ્યોની રજુઆત પહેલવહેલી આ પ્રતમાં કરેલી માલુમ પડે છે. વળી ખંભાતના શાંતિનાથના ભંડારની “પર્યુષણ ક૫'ની પ્રત એનાં બે ચિત્રો પૈકીનું એક ચિત્ર (ચિત્ર નં. ૧૦૪) તથા ઉત્તરાયન સૂત્રની પ્રત મથેનાં ચારે ચિત્ર (ચિત્ર નં. ૬૨ થી ૬૫) કે જેનો સમય લગભગ તેરમા સૈકાનો હોવાનો સંભવ છે તે પણ અત્રે રજુ કરવામાં આવેલાં છે. અને છેલ્લે પાટણના સંઘવીના પાડાના ભંડારની ઋષભદેવ ચરિત્રની પ્રત મનાં બે ચિત્રો (ચિત્ર નં. ૬૦ ૬૧) અત્રે રજી કયાં છે, આભ, તાડપત્રની પ્રાચીન કળાના બે વિભાગ પૈકીનો પ્રથમ વિભાગ અને સમાપ્ત થાય છે. આ પ્રથમ વિભાગનાં સઘળાં એ ચિત્ર ગુજરાતના સ્વતંત્ર સેલંકી અને વાઘેલા વંશના હિંદુ રાજવીઓના રાજ્ય અમલ દરમ્યાનમાં ચીતરાએલાં છે, તેથી જ આ ચિત્રોમાં કંઈ પણ
જાતનું પરદેશી કળાનું મિશ્રણ જોવામાં આવતું નથી. ગુજરાતની સ્વતંત્ર હિંદુ સત્તાને અંત વિ.સં. ૧૭૫૬માં ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ વાઘેલાના સમયમાં થયો તે સાથે જ તાડપત્રની પ્રાચીન કળાના પ્રથમ વિભાગને પણ અંત આવે છે.. માસીન તાડપત્રની કળાને દ્વિતીય વિભાગ [વિ. સં૧૩પ૭ થી ૧૫૦૦]. ગુજરાતની જૈનાશ્રિત કળાના તાડપત્રીય ચિત્રોના દ્વિતીય વિભાગની શરૂઆત વિ.સં. ૧૩પ૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નોંધાએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ.સં. ૧૪૨થી પહેલાંની મળી નથી. ગુજરાતની જૈનાશિત કળાના તાડપત્ર ઉપરનાં સુંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનનાં જ મળી આવે છે. વિ.સં. ૧૪૨૭માં લખાએલી પ્રત અમદાવાદના ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં આવેલી છે. જેમાં છ ચિત્રા ચીતરેલાં છે (ચિત્ર નં. ૬૭થી ૭૨ અને ૭૯ થી ૮૧). આ પ્રતિ કલ્પસૂત્ર અને કાલકથાની છે. તેમાં ખાસ વિશિષ્ટતા તે એ છે કે તે વિ. સં. ૯૨૭ની પ્રત ઉપસ્થી નકલ કરાએલી છે, કારણકે ન ઉતારનારે તારીખ તેની તે કાયમ રાખી છે. બીજી એક પ્રત આ ર તારીખ વગરની, ઈડરના શેઠ આણંદજી મંગળછની પેઢીના તાબાના ગ્રંથભંડારમાં આવેલી છે, જેમાં લગભગ ચિત્રો ૩૪ છે તેમાંથી ૨૩ ચિત્રો આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યાં છે. ચિત્ર નં. ૭૭, ૭૮ તથા ૮૨ થી ૧૦૩ અને ૧૦૯ થી ૧૧૨ સુધી). તાડપત્રની પ્રત ઉપર સેનાની શાહીથી ચીતરેલાં ચિત્રો હજુ સુધી આ એક જ પ્રતમાં મારા જોવામાં આવ્યાં છે. કલ્પસૂત્રના વધુમાં વધુ ચિત્ર પ્રસંગો આ પ્રતમાં મળી આવે છે. ત્રીજી એક પ્રત તાડપત્રનાં ચિત્રોમાં સુંદરમાં સુંદર ચાર ચિત્રાવાળી “સિદ્ધહેમ વ્યાકરણની પાટણના સંઘના વખતછની શેરીના બંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૧૦૫ થી ૧૦૮). તાડપત્રીય ચિત્રોને સંપૂર્ણ વિકાસ ઉપરની ત્રણ પ્રતોમાં ઉત્તરોત્તર વધતા દેખાય છે. ઇડરની “કલ્પસૂત્ર'ની પ્રત તથા પાટણની “સિદ્ધહેમ'ની પ્રત ઉપર લખાવ્યાની તારીખ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ ગુજરાતની જનાશ્રિત કળાના બારીક નિરીક્ષકને તરત જ જણાઈ આવે છે કે ઈડરની પ્રતનાં ચિત્રોમાંનું સંપૂર્ણ રેખાંકન, સોનાની શાહીને છૂટથી ઉપયોગ અને લિપિને ભરેડ વગેરે સાબિતી આપે છે કે તે ચૌદમી સદીથી વધુ પ્રાચીન તે નથી જ. જ્યારે ચાર “સિદ્ધહેમ'ની પ્રતમાંનાં ચિત્રો પૈકી બે ચિત્રોમાં મંત્રી કર્મણ તથા તેના ભાઈએ શા. વિક્રમસિંહ, શા. રાજસિંહ તથા તેના