________________
૩૦
જૈન ચિત્રકલ્પમ જાન, નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત, કાઠિયાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજાનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધે સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પિતાની મેળે--સ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથમાં: અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે શ્વેતાંબર જૈનોના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઇએ.
પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહેંચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત સોલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઈ.સ.૧૧૦૦) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાએલી નિશીથચૂણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંધવીને પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી “ગુજરાતની જૈનાશિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૩૪૫ (ઈ.સ. ૧૨૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકૃત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિત્રોથી આવે છે; કારણું કે વિ.સં. ૧૩૫૬ (ઈ.સ. ૧૨૯૯)ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ છેડે ઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર પરના ચિત્રના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૩૫૭ (ઈ.સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦ ૦ (ઇ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪ર૭ (ઇ.સ.૧૩૭૦)ની તારીખ નોંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈન ધર્મશાળાને ગ્રંથભંડારમાં આવેલી છે.
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રો તો લાકડાની પાટલીઓ કે જે તાડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે. લાકડાની એવી બે પાટલીઓ વિ.સં. ૧૪૨૫ (ઈ.સ. ૧૩૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્ર વિ.સં. ૧૪૧૦ (ઇ.સ. ૧૪૫૩)થી મળી આવે છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રો મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારું માનવું છે. જોકે રાવ બહાદુર ડૉ. હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત પરથી નકલ કરી હશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રો માટે ઉપયોગમાં લેવામાં આવેલી સોનેરી શાહી તથા ચિત્રો દોરવાની ચિત્રકારની રીત ઉપરથી નિપક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની