________________
ગુજરાતની જૈનાશિત કળા અને તેને ઈતિહાસ
૨૭ સત્તાહીન થએલા જેનો અને તેમને વારસામાં મળેલાં સ્થાપત્ય, કળા તથા જ્ઞાન પણ આ નાશમાંથી મુક્ત રહ્યાં નહિ. જૈન મંત્રીશ્વરે, મહારાજાઓ અને એકિઓએ બંધાવેલા સેંકડો પ્રાસાદે ઝનૂની મુસલમાનોએ તોડી નાખ્યા. જૈન, શૈવ કે વૈષ્ણવ મંદિરે જમીનદોસ્ત થયાં. તેના સુંદર પથ્થરો અને કારીગરીના નમૂનાઓ મજિદોનાં ચણતરોમાં ખડકાયા. એક જૈન મૂર્તિઓના ભુક્કા થઈ તેનાં પગથિયાં બનાવાયાં. આ સર્વનાશમાંથી પણ સમયસૂચક જૈને એ જેટલું બન્યું તેટલું બચાવ્યું. બની શકે તેટલી પ્રતિભાઓને પ્રાસાદોમાંથી ખસેડી જમીનમાં ભંડારી; ગ્રંથભંડારોને પણ છુપાવ્યા.
ધીમેધીમે મુસલમાનોને સ્થાયી થવા માટે પ્રજા સાથે ભળવાની જરૂર પડી. તેથી તેમની સાથે સહકાર કરીને જેનેએ ફરી રાજ્યપ્રકરણમાં ઝંપલાવ્યું. વ્યાપારી તરીકેની તેમની ગુજરાત ઉપરની સત્તા, તેમના નીતિમય જીવનની પ્રતિષ્ઠા અને કુનેહથી મુસલમાનો પણ તેમના ઉપર મુગ્ધ થયા. બાદશાહી અંતઃપુરોમાં કોઈ ન જઈ શકે ત્યાં પણ જૈન ઝવેરીએ અમુક હદ સુધી જવા લાગ્યા. રાજ્યની સારી જગ્યાઓ ઉપર પણ નીમાવા લાગ્યા, રાજકારણમાં સત્તાધારી બનતાં જેનેએ કરીથી અહિંસાનો વિજયવાવટો ફરકાવવાનો અને તોડી પાડેલા અગર જીર્ણ થએલા જિનપ્રાસાદને પુનરૂદ્ધાર કરવાનો પ્રયત્ન આરંભ્યો. તેઓ એટલા બધા સત્તાધારી થયા કે સમરસિંહ જેવાએ તો મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી ગુજરાતના સુબા અલપખાનની મદદથી જ શત્રુંજયનો સંઘ કાઢો અને તે તીર્થનો પુનરૂદ્ધાર સંવત ૧૩૭૧માં કરાવ્યો.
તે પછી સં. ૧૪૬૮માં પાટણમાંથી ગુજરાતની રાજધાની ખસેડીને તે વર્ષમાં સ્થપાએલા અમદાવાદમાં મુસલમાની પડાણ સુલતાને લાવ્યા ત્યાં સુધીનો લગભગ એક સિકાનો ઇતિહાસ અંધકારમય છે.
ગુજરાતનું પાટનગર અમદાવાદ વસાવનાર બાદશાહ અહમદશાહના દરબારમાં ગુણરાજ સંધવી, ગદા મંત્રી, કર્મણ મંત્રી તથા તેની ગાદી ઉપર આવનાર મહમદશાહ બાદશાહે સન્માનેલ સદા શેઠ (જેઓએ સં. ૧૫૦૮ની સાલમાં પડેલા ભયંકર દુકાળ વખતે અન્નસત્રો-દાનશાળાઓ ખુલ્લા મુકાવ્યાં હતાં) વગેરે જૈન શ્રેઠિઓ ગુજરાતના પઠાણ સુલતાનના દરબારમાં પણ સારી લાગવગ ધરાવતા હતા.
કાલક્રમે મોગલો આવ્યા અને સમ્રાટ અકબરે ગુજરાતના છેલ્લા પઠાણુ સુલતાન બહાદુરશાહ પાસેથી ગુજરાત જીતી લઈ મોગલ સામ્રાજય સાથે જોડી દીધું. એ મહાન સમ્રાટ જનાના સંસર્ગમાં આવ્યો અને તેમનાં સંયમ, તપ, ચારિત્ર્ય તથા શ્રદ્ધાથી તેમના ઉપર મુગ્ધ થયો. સમર્થ જૈનાચાર્ય શ્રીહીરવિજયસૂરિને તેણે ગુજરાતથી પોતાની મુલાકાતે બોલાવ્યા. ગુરુનાં પ્રવચન અને ચારિત્ર્યથી તે એટલો બધે મુગ્ધ થયો કે મુસલમાન હોવા છતાં અહિંસા ધર્મ સમજ્યો અને વરસના અમુક ભાગ-લગભગ છ માસ અને છ દિવસ–લગી શિકાર અને માંસાહાર બંધ કર્યો; પર્યુષણ દરમ્યાન તેણે દેશભરમાં પ્રાણસમસ્તને અભય આપવાનું ફરમાન કાઢયું; મહાન ગુરુને “જગગુરુનો માનવંતે ઇલકાબ આપ્યો; અને શત્રુંજય, ગિરનાર, આબુજી, સમેતશિખરજી અને તારંગાજી વગેરે તીર્થો ઉપર જેનેની માલિકી ભાવચંદ્ર દિવાકરી' સ્વીકારી તે તીર્થો બક્ષિશ આપ્યાં.૨૨ ૨૨ જુએ “સૂરી ધર અને સમ્રાટ'