________________
નિવેદન પેઢીના વહીવટદારો ઉપર પત્ર લખવા પ્રેરણા કરી અને મારા પત્રના જવાબમાં આ પુસ્તકના પ્રકાશન માટે રૂપિયા પાંચ હજારની લોન ત્રણ વર્ષ માટે વગર વ્યાજે આપવાનું વચન આપીને મારા નિશ્ચયને વધારે મજબૂત કર્યો. સંજોગવશાત તે લોનનો લાભ મ ન લીધે, તો પણ પેઢીના વહીવટદારોએ મારા આ ગ્રંથની સારા પ્રમાણમાં નકલો લેવાનું વચન આપીને મારા આ કાર્યની ઉમદા કદર કરી છે અને મારા હાલના ચાલુ અભ્યાસકાળ દરમિયાન પણ તેઓએ ર્કોલરશિપ આપીને મને વધુ અભ્યાસ કરવાની તક આપી છે તે માટે તેઓને હું આભાર માનું છું.
આર્થિક સહાયમાં સર ચીનુભાઈ શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી, એક નામ નહિ આપવા ઇરછનાર સગૃહસ્થ તથા શેઠ બકુભાઈ મણિલાલ અને શેઠ વલાલ પ્રતાપસીંગ વગેરે જૈન તથા જૈનેતર સગૃહસ્થોએ મારા આ ગ્રંથના અગાઉથી ગ્રાહક થઇને મારા કાર્યને ઉત્તેજન આપ્યું છે તેમજ શ્રીયુત ચીમનલાલ કડી તથા શ્રીયુત પિોપટલાલ મોહાલાલભાઈ વગેરેએ જે અમૂલ્ય સહાય આપી છે તેને પણ આ તકે ઉપકાર માનું છું.
પ્રય મનિમહારાજેમાં આચાર્યદેવ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી, શ્રીવિજયનીતિરૂરીશ્વરજી, શ્રી પ્રવર્તક કાંતિવિજયજી, સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી તથા પાટણ બિરાજતા વિદ્વદર્ય શ્રી ચતુરવિજયજી તેમજ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી પુણ્યવિજયજી વગેરેએ પોતાના અમૂલ્ય સંગ્રહની પ્રતાનો ઉપયોગ કરવા સારૂ મને પરવાનગી આપવા માટે (ખાસ કરીને પ્રવર્તક કાંતિવિજયજી તથા સ્વર્ગસ્થ શ્રીહંસવિજયજીના સંગ્રહને તો આ પ્રકાશનમાં મેં વધારે ઉપગ કર્યો છે તે માટે) એ સઘળાનો પણ આભાર માનું છું.
પાટણના સમગ્ર જ્ઞાનભંડારોના દસદસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસ અથાગ મહેનત કરીને વિદ્વદર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજીએ “ભારતીય જૈન મણસંસ્કૃતિ અને લેખનકળા” નામનો એક સ્વતંત્ર પુસ્તક જેટલો વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રણયુગમાં પ્રાચીન સંસ્કૃતિના સ્મારકરૂપ અદૃશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેનાં સાધનો તરફ ગુજરાતની પ્રજાનું ધ્યાન દોરીને જે અમૂલ્ય ખજાને ગુજરાતની પ્રજા સમક્ષ મૂક્યો છે તેને માટે તે મારી સાથે સારૂં યે ગુજરાત તેઓશ્રીનું ઋણી રહેશે.
એ ઉપરાંત, આ ગ્રંથનો આમુખ અમેરિકાની પેન્િસલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રોફેસર તથા પેન્સિલવેનિયાના “યૂઝિયમ ઑફ ઇન્ડિયન આર્ટ'ના કયુરેટર પ્રોફેસર ડબલ્યુ. નર્મન બ્રાઉને લખી આપ્યો છે તેમને, ગ્રંથની પ્રાવેશિકી નોંધ લખી આપનાર બ્રિટિશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રિટાયર્ડ એપિચાકિસ્ટ અને હાલમાં વડોદરા રાજ્યના પ્રાચીન શોધખોળ ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રી કે જેઓના હાથ નીચે છેલ્લા પાંચ મહિનાથી હું પ્રાચીન લિપિઓ તથા શોધખોળ ખાતાને અયાસ વડોદરાના નામદાર દિવાન સાહેબની પરવાનગીથી કરી રહ્યો છું તમને, આ કાર્યમાં મને અવારનવાર ઉપયોગી સૂચનાઓ આપીને “બાલગેપાલ સ્તુતિ' વગેરેના લોકો સમજાવીને તથા તેના અર્થો વગેરે લખાવીને મને સહાય આપનાર ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષરવર્ય દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય કૂવ સાહેબને, પ્રાચીન ચિત્રાનું કલાત’ નામનો