________________
નિવેદન
ક વીતરાય નમઃ | Oા જરાતનાં મુખ્યમુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારોમાંના હસ્તલિખિત જૈન ધર્મગ્રંથો Sા મથેનાં ચિત્રો ઉપરથી આ ગ્રંથના રૂપમાં ગુજરાતની જૈનાશિત કળા અને તેનો ઇતિહાસ
ગૂર્જર પ્રજા સમક્ષ મૂકવા માટે હું જે ભાગ્યશાળી થયો છું તે છેલ્લાં પાંચ વર્ષના પ્રયત્નનું ફળ છે. વિ. સં. ૧૯૮૭ના શિયાળામાં શ્રી દેશવિરતિ ધમરાધક સમાજ' તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વંડામાં “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન’ ભરવામાં આવ્યું હતું. તે સમયે “જૈન સાહિત્ય પ્રદર્શનની કાર્યવાહક સમિતિ તરફથી ચિત્રકળા તથા લેખનકળા વિભાગના નરરી સેક્રેટરી તરીકે મારી નીમણુક કરવામાં આવેલી. એ પ્રસંગે જૈન ભંડારોમાં છુપાએલી કળાલમીનું નિરીક્ષણ કરવાને સુગ મને અનાયાસે સાંપડ્યો અને જેમ જેમ તે કળાલક્ષ્મીનું હું નિરીક્ષણ કરતો ગયો તેમ તેમ તેને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીશ્વરો તથા જૈન શ્રેટિઓ તરફ મને પૂજ્ય ભાવ ઉત્પન્ન થતા ગ;–એકલો પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો એટલું જ નહિ, પરંતુ તેઓએ નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી આશ્રય આપીને પોષેલી એ કળાલક્ષ્મીના વારસાનો નાશ થતો અટકાવવા, તેના વારસદારોને તેની ખરી કિંમત સમજાવવા અને તેનો ફેલાવો કરવા માટે મારા મનમાં નિશ્ચય પણું બંધાયે. આમ આ ગ્રંથના અસ્તિત્વનું કારણ ઉપસ્થિત થયું.
તે પછી એક સુવર્ણપ્રભાતે, ગુજરાતની પ્રાચીન કળાલમી તરફ ગુજરાતીઓનું સૌથી પ્રથમ ધ્યાન ખેંચનાર તથા બાર બાર વર્ષથી “કુમાર” માસિક દ્વારા ગુજરાતના નવયુવાનોને કળાસંસ્કારોનું અમૃતપાન કરાવનાર મુરબ્બી રવિશંકર રાવળ મારી સાથે, અમદાવાદના ઝવેરીવાડમાંના શ્રી અજિતનાથના દેરાસરમાં આવેલી, કાઉસગ્ગ ધ્યાને ઉભી રહેલી માનુષી આકારની, વિ.સં. ૧૧૧૦માં પ્રતિષ્ઠિત કરાએલી અજિતનાથ ભગવાનની ધાતુની મૂર્તિનું નિરીક્ષણ કરવા આવ્યા. તે વખતે તે મૂર્તિનું સ્મિત હાર્યા કરતું મુખારવિંદ તથા તેના પ્રત્યેક અંગોપાંગમાં તે મૂર્તિને ઘડનાર શિલ્પીએ જે સજીવતાની રજુઆત કરેલી તે તેઓના તથા મારા જોવામાં આવી. તે પ્રસંગનું સ્મરણ આજે પણ મને બરાબર યાદ છે. એ ભવ્ય અને સુંદર મૂર્તિનાં દર્શન કર્યા પછી દેરાસરની બહાર આવીને એમણે મને જૈનાશિત કળાનું એક સુંદર પ્રકાશન તૈયાર કરવાની પ્રેરણા કરી અને મારા મનમાં મેં અગાઉ કરી રાખેલા નિશ્ચયને વધુ દઢ કર્યો, એટલું જ નહિ પણ તેમાં પોતાથી બની શકતો સાથ આપવા તેઓશ્રીએ મને વચન આપ્યું. આ વચન મળતાંની સાથે જ મેં મારું આ કાર્ય શરૂ કરી દીધું. શરૂઆતથી માંડીને અંત સુધી મારા આ કાર્યમાં કિંમતી સૂચનાઓ આપીને તથા ભારે માંદગીઓને બિછાનેથી પણ આ પ્રકાશનને લગતી વાટાઘાટો કરવામાં પિતાનાં સમય અને શક્તિનો ભોગ આપીને તેઓશ્રીએ મને જે અનહદ ઉપકારના બોજા નીચે દાબી દીધો છે તેનું નાણું તો હું શી રીતે વાળી શકું?
મારા આ નિશ્ચય પછી મારા આ પ્રકાશનકાર્યમાં સહાય આપવા માટે શેઠ આણંદજી કલ્યાણજની પેઢીના હાલના પ્રમુખ શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈને હું મળ્યો, જેઓએ મને