________________
સમર્પણ
સ
)
ગુર્જર સંસ્કૃતિ, સાહિત્ય અને સ્થાપત્યના સંરક્ષક અને પોષક તથા વિદ્વાનોનું બહુમાન કરનાર ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવ પછી આઠસો વર્ષે ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃતિ ને સ્થાપત્યમાં રસ લઈને એ પ્રતાપી ગૂર્જર નરેશનું સ્મરણ કરાવતા અને ગુજરાતના ઇતિહાસમાં ગૂર્જર ભૂમિના સ્વામી તરીકે સૌથી વધુ રાજ્ય કરનાર શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના રાજ્યારોહણના સાઠ વર્ષના હીરક મહોત્સવ પ્રસંગે ગુજરાતની જૈનાશ્રિત કળાના
- અમૂલ્ય હીરાઓને આ થાળ તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરીને સંપાદક પોતાને કૃતકૃત્ય માને છે.