Book Title: Jain Adarsh Prasango Part 05 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 5
________________ ૩. ધર્મ પરભવમાં જરૂર સાથે આવે ભદ્ર પરિણામવાળા એ કોલેજિયનને વાંચવાનો ખૂબ શોખ. ધાર્મિક પુસ્તકો પણ વાંચે. મિથ્યાત્વ મંદ પડ્યું હશે. તેથી વાંચતા આત્મા, ધર્મ, સંસાર બધું અંશે અંશે ઓળખાયું! ધર્મ જ તારક છે, શ્રેષ્ઠ છે.... કરવા જેવો ધર્મ જ છે એવી વિશુદ્ધ બુદ્ધિ થઈ. જૈન કુળના આચાર અનુસાર પર્યુષણમાં એક - બે કલાક વ્યાખ્યાન સાંભળે. એ સાંભળતાં ધર્મ સાચો છે તેવી શ્રદ્ધા વધે અને સાંભળતા આનંદ પામે. પૂરું સાંભળવાનું મન થાય છતાં મિત્રો સાથે વચ્ચેથી ઉઠી જવું પડે. ધર્મ કરવાના ધણાં ભાવ થાય પણ મિત્રોની મશ્કરીથી બચવા કશું ન કરે. વિધિનો પ્રેમ એવો કે જાણ્યા પછી તેને થાય કે પ્રતિક્રમણમાં ચરવળો રાખવો જ જોઈએ. તેથી પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરે ત્યારે ચરવળો લઈ જાય. પણ કોઈ મશ્કરી ન કરે માટે થેલીમાં સંતાડીને લઈ જાય. ગ્રેજ્યુએટ થયા પછી ઉંમરને કારણે લગ્નનું દબાણ થવા માંડયું. દીક્ષા લેવાય તો બહુ સારું એમ મનમાં થાય. નિર્ણય નહીં કરું તો લગ્ન થઈ જશે, તો પછી દીક્ષા નહીં મળે એમ વિચારી ધર્મ વધારવા માંડ્યો. ધર્મી શ્રાવકની સોબત વધારી વ્યાખ્યાન - શ્રવણ, ધાર્મિક અભ્યાસ અને ૪-૬ સામાયિક રોજ કરવા માંડયો. સાધુ ભગવતોનો પરિચય વધાર્યો. દીક્ષાની ભાવના પ્રબળ બનતી ગઈ. પૂર્વ સાધનાના પ્રભાવે ધર્મ ક્રિયાની રુચિ વધતી ગઈ. ત્રિકાળ પૂજા કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20