Book Title: Jain Adarsh Prasango Part 05 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 9
________________ ૬. પ્રભુદર્શનનો અચિંત્ય પ્રભાવ શ્રી ભટેવા પાર્શ્વનાથના ઐતિહાસિક જિનાલયથી શોભતું ચાણસ્મા ગામ છે. ભાવિકો ગામમાં પ્રતિવર્ષ ઉત્તમ આચાર્યાદિ ભગવંતોનું ચોમાસુ કરાવે છે. એક વખત પૂ. મુનિરાજ શ્રી મતિસાગર મ.નું ચાતુર્માસ હતું. વ્યાખ્યાનમાં જૈન-અર્જુન તમામ રસપૂર્વક લાભ લેતા. એક પટેલ ભાઈ પણ પૂજ્યશ્રીના પ્રવચનોથી ભાવિત થતા જ રહ્યા ! પ્રસંગોપાત પૂજ્યશ્રીના પ્રવચનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના અચિંત્ય પ્રભાવની વાત નીકળી. આ ભાઈને ખૂબ સ્પર્શી ગઈ અને પ્રભુના દર્શન કરવાનો મનોરથ થયો ! પણ સંસારની જંજાળમાં જઈ ન શક્યા. ઉગ્ર પુણ્યશાળીના સંક્લ્પ શીઘ્ર ફળે છે. આ ભાઈને શ્રી શંખેશ્વર જવાનું બનતું નથી. એમ કરતાં વૃદ્ધાવસ્થા આવી. Time and tide wait for none. વળી આંખમાં મોતીયો આવ્યો. બિલકુલ દેખાતું નથી. ન દેખવાના દુ:ખ કરતા પણ આંખો હતી ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કર્યાં નહી એ દુ:ખ ખૂબ સાલે છે. થોડા વખત પછી નેત્રયજ્ઞ જાણી પુત્રો કહે છે, “પિતાજી ! અમદાવાદમાં નેત્રયજ્ઞ છે, આપણે ત્યાં જઈને મોતીયાનું ઓપરેશન કરાવીએ' પિતાજી કહે છે, “ઓપરેશનની બધી વાત પછી. પહેલાં મને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવો !” પુત્રો વિનમ્રતાથી કહે છે, “પિતાજી ! આપને કાંઈ દેખાતું નથી. Jain Education International 6 For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20