Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005429/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશગી.. - ભાગ - પદ પંન્યાસ ભદ્રેશ્વરવિજય I For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નકલ માત્ર રૂા. ૧.૫૦ માં મળશે. નકલ ૫૦૦૦ કિમત : રૂ।. ૨ સૌજન્યદાતા તરફથી લેનારને કન્સેશનથી આવૃતિ પાંચમી તા. ૧/૮/૨૦૦૦ આવૃત્તિ : ૧ થી ૪ : નકલ ૨૪,૦૦૦, સંવત ૨૦૫૩ થી ૨૦૫૬ કન્સેશનથી પ્રાપ્તિસ્થાન અને સંપર્ક : અમદાવાદ ૧)રસિકલાલ રતિલાલ શાહ (તનમન), એલ.કે. ટ્રસ્ટ બીલ્ડીંગ, પાંચ કુવા બરોડા બેંકની સામે,અમદાવાદ-૩૮૦ ૦૦૨, ટે. : ૨૧૭ ૫૮૦૪, ૨૧૭ ૫૭૮૦ ઘર : ૬૬૩૦૧૬૭-૬૬૦૫૩૫૨ ૨) નિરંજનભાઇ,દિનેશઃ૧૧,૧૨, ભૂમિ એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, ૩૩, આનંદનગર, ભઠ્ઠા પાલડી-૭, ટે. ૬૬૩ ૮૧૨૭, ૬૬૪૫૮૨૩ મુંબઇઃ અશ્વિનભાઇ:૫, મહાવીરનગર, ફેકટરી લેન, બોરીવલી (વે.), મુંબઇ-૯૨. ટે.: ૮૯૮૪૧૬૬, ૮૯૯ ૨૮૬૧ ઓર્ડરથી મેળવો : ગોરેગાંવ (વે.) ૩ નીલેશ : ૮૭૨ ૭૪૪૮ કાંદીવલી (ઇ): દીપકભાઇ : ૮૮૫ ૧૩૮૬ લુહાર ચાલ ઃ ૨૦૬ ૦૨૦૫ આ જૈન આદર્શ પ્રસંગો પુસ્તક વિષે અભિપ્રાય : પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સૂરિ મ.સા.ઃ નાનકડી પણ ભારે પ્રેરણાદાઇ પુસ્તિકા.. આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાઘનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે... જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧ થી ૬ : દરેક રૂ।.૫ માં પ્રાપ્તિસ્થાનેથી મળશે. (૧૦૦ લેનાર ને રૂ।. ૩.૫૦ માં), પૂજા, પ્રવચન, તપશ્વર્યા, શિબિર, બર્થ ડે, યાત્રા, પર્યુષણા, સ્નાત્ર, પાઠશાળા, પ્રતિક્રમણ વગેરેમાં પ્રભાવના કરવા યોગ્ય પુસ્તક. આ પ્રસંગોના બધા ભાગની કુલ નકલો ૧,૩૩,૭૦૦ છપાઇ છે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा મેં. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. તરફથી ભેટ મુદ્રક - સુપર ઈમ્પ્રેશન મલાડ (વેસ્ટ). ફોન : ૮૬૩ ૫૩૭૧, ૮૭૪ ૭૩૬૩ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧. ગુરુવંદને ગુરુ બનાવ્યા ‘કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુવંદનથી નરક નિવારી' આ વાત સાંભળી એક સુશ્રાવકે નકકી કર્યું કે ચારિત્ર મોહનીય ખપાવવા મારે ૧૮૦૦૦ સાધુને વંદન કરવું ! અને ઘણા ઉપાશ્રયે બધા સાધુને વંદન કરવા માંડ્યું ! ડાયરીમાં નોંધ કરે. અજાયબી એ થઈ કે ૧૮૦૦૦ સાધુને વંદન થયાં અને ચારિત્ર મોહનીય નાઠું. દીક્ષા મળી ! ચારિત્ર મોહનીયનો ખાતમો બોલાવનાર આ ગુરુવંદન તમે રોજ સર્વ સાધુઓને કરો એ શુભેચ્છા. બધા મહારાજને વંદનની અનૂકૂળતા ન હોય તો છેવટે બધા સાધુઓની પાસે જઈ હાથ જોડી મન્થુએણ વંદામિ’ કરવાનો લાભ તો અવશ્ય લેવો જોઈએ. ઉપાશ્રયમાં વંદન કરવા જાય ને બીજા અપરિચિત મહારાજ હોય તો ઘણાં વંદન કર્યા વગર પાછા જાય છે. તેને બદલે તમે બધા નિર્ણય કરો કે ભલે આપણા પરિચિત મહાત્મા ત્યાં ન હોય તો પણ જે સાધુ ત્યાં બિરાજમાન હોય તેમના વંદનનો લાભ આપણે ગુમાવવો નથી. જિનપૂજાની જેમ ગુરુવંદન દરરોજ દરેક શ્રાવકે કરવું જોઈએ. વિશેષમાં ઉપાશ્રય પાસેથી નીકળવાનું થાય ત્યારે પણ ગુરુવંદન કરવું જોઈએ અને જ્યારે પણ સાધુ-સાધ્વીજી મળે ત્યારે હાથ જોડવા જોઈએ. ૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨. વ્યાખ્યાને ધમ શ્રાવક બનાવ્યા દિલીપભાઈ લંડન રહેતા હતા. પુણ્યોદયે એકવાર તેમણે ભારતમાં ગુરુદેવ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું પ્રવચન સાંભળ્યું. આત્મા જાગી ગયો. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. લંડનમાં ખૂબ કમાણી. છતાં નકકી કર્યું કે હવે તો ધર્મ જ કરવો અને અનાર્ય દેશમાં થતાં અનેક પાપોથી આત્માને બચાવવો. લંડન કાયમ માટે છોડી ૩૦ વર્ષની – કેટલી ? માત્ર ૩૦ વર્ષની ભરયુવાનવયે જામનગરમાં રહેવા આવ્યા. ભારતમાં નિવૃત્ત જીવન જીવવાનું નકકી કર્યું. મૂડીના વ્યાજમાં ગુજરાન ચલાવે છે. તેમાંથી સાતક્ષેત્રમાં દાન વગેરે ધર્મ કરે છે. લાખો રૂપિયા ખર્ચી પાલીતાણા છરી પાલિત સંઘ કાઢ્યો. ભવ્ય રથયાત્રા કાઢી. લાખો ખર્ચ ધાર્મિક પુસ્તકો છપાવ્યાં. અંજનશલાકાથી અનુકંપા સુધીનાં અનેક ધર્મકાર્યો કર્યા. વ્યાખ્યાનથી આત્મહિતની ભાવના થઈ. ઘણાં પાપ, અનાર્ય દેશ, પાપરૂચિ વગેરે આત્મ-મલ દૂર કર્યા અને અનેક ધર્મકાર્યો કરી અનેક ભવમાં ધર્મ, સુખશાંતિ વગેરે રીઝર્વ કર્યા, આ બધો પ્રભાવ ધર્મનો જ ને ? મહામહિમાવંતુ વ્યાખ્યાનનું શ્રવણ તમે પણ સદા કરો. શુભ આલંબનનો સુંદર પ્રભાવ સમજી તમે પણ વ્યાખ્યાન- શ્રવણ વગેરે ધર્મ કરો એ જ હિતશિક્ષા. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩. ધર્મ પરભવમાં જરૂર સાથે આવે ભદ્ર પરિણામવાળા એ કોલેજિયનને વાંચવાનો ખૂબ શોખ. ધાર્મિક પુસ્તકો પણ વાંચે. મિથ્યાત્વ મંદ પડ્યું હશે. તેથી વાંચતા આત્મા, ધર્મ, સંસાર બધું અંશે અંશે ઓળખાયું! ધર્મ જ તારક છે, શ્રેષ્ઠ છે.... કરવા જેવો ધર્મ જ છે એવી વિશુદ્ધ બુદ્ધિ થઈ. જૈન કુળના આચાર અનુસાર પર્યુષણમાં એક - બે કલાક વ્યાખ્યાન સાંભળે. એ સાંભળતાં ધર્મ સાચો છે તેવી શ્રદ્ધા વધે અને સાંભળતા આનંદ પામે. પૂરું સાંભળવાનું મન થાય છતાં મિત્રો સાથે વચ્ચેથી ઉઠી જવું પડે. ધર્મ કરવાના ધણાં ભાવ થાય પણ મિત્રોની મશ્કરીથી બચવા કશું ન કરે. વિધિનો પ્રેમ એવો કે જાણ્યા પછી તેને થાય કે પ્રતિક્રમણમાં ચરવળો રાખવો જ જોઈએ. તેથી પર્યુષણ વગેરેમાં પ્રતિક્રમણ કરે ત્યારે ચરવળો લઈ જાય. પણ કોઈ મશ્કરી ન કરે માટે થેલીમાં સંતાડીને લઈ જાય. ગ્રેજ્યુએટ થયા પછી ઉંમરને કારણે લગ્નનું દબાણ થવા માંડયું. દીક્ષા લેવાય તો બહુ સારું એમ મનમાં થાય. નિર્ણય નહીં કરું તો લગ્ન થઈ જશે, તો પછી દીક્ષા નહીં મળે એમ વિચારી ધર્મ વધારવા માંડ્યો. ધર્મી શ્રાવકની સોબત વધારી વ્યાખ્યાન - શ્રવણ, ધાર્મિક અભ્યાસ અને ૪-૬ સામાયિક રોજ કરવા માંડયો. સાધુ ભગવતોનો પરિચય વધાર્યો. દીક્ષાની ભાવના પ્રબળ બનતી ગઈ. પૂર્વ સાધનાના પ્રભાવે ધર્મ ક્રિયાની રુચિ વધતી ગઈ. ત્રિકાળ પૂજા કરે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પાપ - ભીરતાને કારણે રાત્રે લાઈટોમાં જવાથી તેઉકાયની અમાપ હિંસાથી બચવા તેને રાત્રે કયાંય જવાનું મન ન થાય. કાળવેળાએ ખુલ્લામાં કે લાઈટમાં જવું પડે તો તેને થાય કે સાધુની જેમ કામળી ઓઢીને જવું જોઈએ જેથી ધણા પાપથી બચાય. ઈર્યાસમિતિનું પાલન, મુહપત્તિનો ઉપયોગ, વાતે-વાતે જયણા એ બધું એને ખૂબ ગમે. તિથિએ પૌષધ કરે. એમ આગળ વધતાં વધતાં ખૂબ પુરુષાર્થથી એને છેવટે દીક્ષા પણ મળી. સગાઓએ પણ એની મકકમતા જોઈ રાજીખુશીથી મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. મહત્વની વાત એ છે કે પાછલા જન્મમાં સંસ્કાર પડે તેવો ભાવથી ધર્મ કર્યો હશે કે જેના પ્રભાવે આ ભવમાં આવા કાળમાં સત્સંગના અભાવમાં પણ સહજપણે ધર્મ-પુસ્તકોનું વાંચન, આરાધના, વિધિ વગેરેની રુચિ જાગી ! વળી ધર્મની દઢ શ્રદ્ધા જલ્દી થઈ ગઈ ! ખૂબ પુરુષાર્થ કરીને દીક્ષા પણ મેળવી. એમ તમે પણ ધર્મક્રિયા, ધર્મવાંચન, પ્રવચન-શ્રવણ, સુશ્રાવકો ને સુસાધુઓનો સત્સંગ, જયણા, પાપભય, કિયારુચિ, જિનાજ્ઞા- બહુમાન વગેરે ગુણો આ ભવમાં એવા આત્મસાત્ કરો કે સાનુબંધ થયેલા તે સગુણો પરભવમાં સાથે આવે અને ત્યાં પણ ધર્મ-આરાધના અને ગુણો ખૂબ ખૂબ વિકાસ પામે. એમ ભવોભવ આત્મગુણો વધતાં જાય અને શીઘ્ર શિવ - સુખ મળે. વળી દીક્ષા વગેરેનો જેને ભાવ થાય તેણે હિંમત અને ખંતથી ઉદ્યમ કર્યા જ કરવો. તો એ અવશ્ય આવી પરમ તારક પારમેસ્વરી પ્રવ્રજ્યા પામે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ '૪. પુત્રને રાજા બનાવવો છે કે દાસ ? મુંબઈવાસી એ યુવાનને પૂર્વ સાધનાના પ્રતાપે દીક્ષાનું મન થયું. ભાવના વધતી ગઈ પણ તેની મમ્મીએ મોહથી ના પાડી. હિંમત નહીં તેથી ઘરના દબાણથી એને લગ્ન કરવાં પડ્યાં. પપ્પા-મમ્મીની ઈચ્છા આ નાના પુત્ર સાથે રહેવાની હતી. પણ પુત્ર-વધુના સ્વભાવથી કંટાળી જઈ એને જુદો રહેવા મોકલવો પડ્યો અને તેઓ મોટા પુત્ર સાથે રહેવા લાગ્યા. આજે એ સુશ્રાવિકા પચાતાપ કરે છે કે આના કરતાં તો એને દીક્ષા આપી હોત તો ઘણું સારું થાત ! વળી એની પત્ની પુત્રોને કંદમૂળ વગેરે ખવડાવે છે આવા કારણોથી પરસ્પર કલેશ થાય છે. - તમારા પુણ્યથી તમારા પુત્ર-પુત્રીને દીક્ષા, તપ, વ્રત, શિબિર વગેરેની ભાવના થાય તો જરૂર હસતાં હસતાં રજા આપજે. બંનેનું કલ્યાણ થશે. સ્વાર્થ, મોહ વગેરેથી ના પાડશો તો અંતરાયના ભયંકર પાપો બંધાશે. દુરાચારો, કુશીલ, ટી.વી., સ્વચ્છંદપણું, રાત્રિભોજન, અનંતકાય વગેરેથી આ લોક – પરલોકનું અહિત કરતાં પોતાનાં પુત્રોને ન રોક્તા માતપિતાને સર્વનું હિત કરતા શ્રેષ્ઠ સંતાનોનો ધર્મભાવ નાશ કરી સંસારરાગી અને પશુ બનાવવા શું શોભે ? દીક્ષા આપી હશે તો તમને સમાધિ વગેરે મળશે. જેવું વાવશો તેવું લણશો. આગળ, વધીને દીકરા-દીકરીમાં યોગ્યતા દેખાય તો વિશેષ સંસ્કાર અને પ્રેરણા આપી ચારિત્રના પરિણામ પેદા કરી સાધુ બનાવવા જોઈએ જેથી તમારા આત્માને ખૂબ ખૂબ લાભ થશે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 'પ. ધર્મી સાધર્મિકની ભક્તિ. અમદાવાદમાં રહેતા ધર્મપ્રેમીની દુકાને શાંતિભાઈ નોકરીએ રહ્યા છે. શાંતિભાઈ રોજ ચોવિહાર કરે છે તેથી તેમના શેઠે રોજ વહેલા ઘેર જવાની સંમતિ આપી દીધી છે! શાંતિભાઈને ચોવિહારમાં મુશ્કેલી પડવાને કારણે અત્યાર સુધીમાં ઘણી નોકરી છોડવી પડી છે. આ શેઠ તો એવા આચારપ્રેમી છે કે હવે શાંતિભાઈએ વર્ષીતપ કર્યો છે તો કહી દીધું છે કે ઉપવાસમાં દુકાને ન આવવું. આવા કઠિન તપમાં કામ કેવી રીતે થાય ? પણ શાંતિભાઈ ઉપવાસમાં નોકરીએ જાય છે જ. છતાં ધર્મરાગી શેઠે તેમને અને અન્ય સ્ટાફને કહી દીધું છે કે ઉપવાસમાં તેમને મહેનતનું કામ કરવા ન દેવું ! ખૂબ ખૂબ ધન્યવાદ આવા સુશ્રાવકોને કે જે જૈન આચાર પાળવામાં બધી રીતે સગવડ કરી આપે છે ! હે ભાવિકો ! તમે પણ તમારા પરિવારને, કર્મચારીઓને તથા આવા શ્રાવકોને શ્રાવકાચારોની પ્રેરણા, પ્રોત્સાહન અને સુવિધા આપી અનંત પુણ્ય મેળવો એ જ હિતશિક્ષા. વિશેષમાં પર્યુષણ પર્વમાં પોતાના જૈન માણસોને સગવડ આપી જૈનોએ આઠ દિવસ ધર્મ કરવાની તક આપવી જોઈએ, જેથી તેઓ જે ધર્મ કરે તેનું પુણ્ય તમને પણ મળે. કહ્યું છે કે કરણ, કરાવણ. ને અનુમોદન, સરિખા ફળ નિપજાયો. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રભુદર્શનનો અચિંત્ય પ્રભાવ શ્રી ભટેવા પાર્શ્વનાથના ઐતિહાસિક જિનાલયથી શોભતું ચાણસ્મા ગામ છે. ભાવિકો ગામમાં પ્રતિવર્ષ ઉત્તમ આચાર્યાદિ ભગવંતોનું ચોમાસુ કરાવે છે. એક વખત પૂ. મુનિરાજ શ્રી મતિસાગર મ.નું ચાતુર્માસ હતું. વ્યાખ્યાનમાં જૈન-અર્જુન તમામ રસપૂર્વક લાભ લેતા. એક પટેલ ભાઈ પણ પૂજ્યશ્રીના પ્રવચનોથી ભાવિત થતા જ રહ્યા ! પ્રસંગોપાત પૂજ્યશ્રીના પ્રવચનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના અચિંત્ય પ્રભાવની વાત નીકળી. આ ભાઈને ખૂબ સ્પર્શી ગઈ અને પ્રભુના દર્શન કરવાનો મનોરથ થયો ! પણ સંસારની જંજાળમાં જઈ ન શક્યા. ઉગ્ર પુણ્યશાળીના સંક્લ્પ શીઘ્ર ફળે છે. આ ભાઈને શ્રી શંખેશ્વર જવાનું બનતું નથી. એમ કરતાં વૃદ્ધાવસ્થા આવી. Time and tide wait for none. વળી આંખમાં મોતીયો આવ્યો. બિલકુલ દેખાતું નથી. ન દેખવાના દુ:ખ કરતા પણ આંખો હતી ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કર્યાં નહી એ દુ:ખ ખૂબ સાલે છે. થોડા વખત પછી નેત્રયજ્ઞ જાણી પુત્રો કહે છે, “પિતાજી ! અમદાવાદમાં નેત્રયજ્ઞ છે, આપણે ત્યાં જઈને મોતીયાનું ઓપરેશન કરાવીએ' પિતાજી કહે છે, “ઓપરેશનની બધી વાત પછી. પહેલાં મને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવો !” પુત્રો વિનમ્રતાથી કહે છે, “પિતાજી ! આપને કાંઈ દેખાતું નથી. 6 For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ તો ભગવાન શી રીતે દેખાશે ? એના કરતાં ઓપરેશન કરીને તરત જ શંખેશ્વર તીર્થ લઈ જઈશું. પછી આપ પેટ ભરીને દર્શન કરજે.” પિતાએ કહ્યું, “ભલે હું ભગવાનને નથી જોતો, પણ ભગવાન તો મને જોઈ શકે છે. બસ, મારે પહેલાં શંખેશ્વરજી જ જવું છે !” વિનીત પુત્રોએ આ વાત ઝીલી લીધી. બુદ્ધિજીવીની કલ્યાણયાત્રા જલદી વિરામ પામે છે, જ્યારે હળુક શ્રદ્ધાળની યાત્રા આગળ ધપતી જ જાય છે ! બંને પુત્રો પિતાશ્રીના હાથ પકડીને શંખેશ્વરની બસમાં બેઠા. અજાણ્યા છે. શંખેશ્વરમાં ઉતરીને પૂછે છે કે દાદાનો દરબાર કયાં છે ? ત્યાં પહોંચ્યાં અને પૂજારીને વિનંતી કરી કે આ પ્રજ્ઞાચક્ષુ છે અને દર્શન માટેની અદમ્ય ઈચ્છા છે, માટે આગળ જવા દો અને ગભારામાં પહોંચ્યા. પુત્રો કહે છે, “પિતાજી ! આપની સામે ભગવાન છે, દર્શન કરો.” દિલની ઉત્કટ ભાવના ઘણાં વર્ષે સફળ થતાં આ પ્રભુભકત ખૂબ ગદ્ગદિત થઈ ગયા ! હૈયાથી દર્શન કરતાં કરતાં ભક્તિભાવનો ધોધ ઊછળવા માંડ્યો ! આનંદનો કોઈ - પાર નથી. તે વખતે આટલા વર્ષો પ્રમાદ કર્યો તે મોટી ભૂલનો પશ્ચાતાપ કરતાં મનમાં ઉદ્ગાર સરી પડે છે, “હે પ્રભુજી ! માફ કરો. આંખો હતી ત્યાં સુધી અટવાય. હવે તારૂં દર્શન દુર્લભ બન્યું. પણ પ્રભુજી આ પાપી ઉપર મહેર કરી મારો For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર કરજે. આમ આક્રંદ કરી રહ્યા છે. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે. પહેરેલા વસ્ત્રો આંસુથી ભીના થાય છે! બધા ભકતો પણ આની ભાવનાથી આનંદમાં ગરકાવ થઈ ગયા છે, અને તેની ભક્તિની અનુમોદના કરી રહ્યા છે ! એટલામાં તો બંને આંખના મોતીયા રૂમાલમાં આવી ગયા ! તેણે સામે જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જોયા છે! કેવલજ્ઞાન રૂપી ચક્ષુ આપનાર શ્રી પ્રભુ માટે ચર્મચક્ષના દાનની શી વિસાત ? આવી શ્રદ્ધા ભકિત આવી જાય તો આપણું પણ કામ થઈ જાય. પટેલ ઉછળતા ભાવથી દાદાના દર્શન કરતાં નાચી રહ્યા છે. અનંતા કર્મોનો નાશ કરી નાંખ્યો. હે ભવ્યો ! તમે બધા પણ દેવાધિદેવની હૈયાથી ઉત્કૃષ્ટ ભકિત કરી આ અસાર સંસારને શીધ્ર તરી જાવ એ જ એકની એક સદા માટે શુભાશિષ. '૭. નવકારથી ભવ પાર શ્રી શંખેશ્વરની બાજુમાં લોલાડા ગામમાં બનેલી ઘણાં વર્ષો પહેલાંની આ સત્ય ઘટના ધ્યાનથી વાંચો. દેરાસરની બધી ભક્તિ ગામના લોકો વારાફરતી કરે ! એક દિવસ જેનો વારો હતો તે ઘરના બધાં બહારગામ ગયેલા. પૂજા સંભાળવા ઘરે રાખી ગયેલ ૧૩ વર્ષની છોકરી કુવામાંથી પાણી ભરે છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ પગ ખસતાં નીચે પડી. બૂમ પાડે તો પણ કોઈ સાંભળે એમ ન હતું. બેબી નવકાર ગણવા માંડી ! ત્રણ નવકાર પૂરા થયા તે પહેલાં તો શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવથી બેબી ભીના કપડે દેરાસસ્ના ઓટલે બેઠેલી પોતાને જુવે છે ! તરત જ પૂજાના કપડાં પહેરીને પ્રભુભકિત કરી, આજે તો તેમણે દીક્ષા લીધી છે અને પ. પૂ.આ.શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આ જિનેંદ્રપ્રભાશ્રીજી રત્નત્રયીની સુંદર આરાધના કરી રહ્યા છે ! '૮. ગુરુ-ચરણામૃતનો પ્રભાવ સાધ્વીજી શ્રી શીલવર્ધનાશ્રીજી ને શ્વાસનું દર્દ ઉપડ્યું. રાત અને દિવસ સુવાતું નથી, બેસાતું નથી અને રોગ વધતો ચાલ્યો. પ.પૂ. ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. નું ચરણામૃત પાતરીમાં આપ્યું. વાપરી ગયા ને થોડી ક્ષણોમાં શ્વાસ બેસી ગયો ! આટલુ તત્કાળ પરીણામ જોયા પછી પણ આપણે જો ગુરુભકિત ન કરીએ તો આપણા જેવા દયાપાત્ર બીજા કોણ ? આપણે સૌ ગુરુની મહાનતા સમજીએ. * * * * * For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ '૯. દેવોનું સાક્ષાત્ દર્શન પાટડીમાં પ.પૂ. પ્રવર્તકપ્રવર શ્રી જંબૂવિજયજી મ.સા. ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીની પ્રેરણાને ઝીલી નાના ગામમાં ૩૦ માસક્ષમણ થયા ! ૧૫ વર્ષની વર્ષાએ પણ માસક્ષમણ કરેલું ! તેમણે આજે દીક્ષા લીધી છે. માસક્ષમણના પારણા પછી ૫-૬ દિવસ બાદ આ વર્ષાબેન શ્રી જીરાવલા પાણ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે બપોરે ૧૧-૩૦ વાગે ગયા. દેરાસરમાં કોઈ નહીં. પૂજારી પણ નીચે શ્રી શાંતિનાથના દેરાસરના કાર્યમાં રત હતો. વર્ષાબેને આવી કેસર વાટયું. ગભારામાં ગયા. વાટકી, ફુલ ત્યાં મૂકયા. પછી હાથ ધોઈ મુખકોશ બાંધી અંદર જાય છે ત્યાં વાટકીમાં કેસર નહી, ફલ પણ નહી અને વાટકી ચોકખી ધોયેલી હોય તેવી જોઈ ! તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. ફરી કેસર વાટી મૂળનાયકની પૂજા કરે છે તેટલામાં આખુ મંદિર દિવ્ય સુગંધથી મઘમઘાયમાન બની ગયું ! બે દેવો એક દિવ્ય પ્રતિમાને મૂળનાયકની બાજુમાં બિરાજમાન કરી, પૂજા કરી ચામરનૃત્ય કરી રહ્યા છે ! પ્રકાશનો પૂંજ સર્વત્ર ફેલાઈ ગયો છે. આ સાક્ષાત્ જોઈ વર્ષાબેને તો આ દિવ્ય પ્રતિમાની પણ પૂજા કરી !!! આશ્ચર્ય એ થયું કે પોતાના ઘરેથી લાવેલી ચાંદીની દીવી સળગતી હતી. પછી પણ ના કલાક ચાલુ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ રહી એટલે ઘરે જતાં પૂજારીને સૂચના આપી કે સાંજે દેરાસર ખોલો ત્યારે આ ચાંદીની દીવી ઉંચી મૂકી દેજો. પણ સાંજે પણ દીવી ચાલુ! વળી બીજે દિવસે સવારે એ દીવી એની પૂજાની પેટીમાંથી નીકળી ! દેવો પણ આપણા પ્રભુની પૂજા કરે છે એનો આ પ્રત્યક્ષ પુરાવો છે. એ જ દેરાસરમાં નીચે શ્રી શાંતિનાથજી ભગવાનના પૂજારીને રોજ સવારે ૧ રૂપિયો મળતો ! જ્યારથી તેણે કોઈને કહયું ત્યારથી રૂપિયો મળતો બંધ થયો. ૧૦. સામાનું સારું ગ્રહણ કરતાં શીખો રાજનગરમાં રમણભાઈ ભગવાનનગરના ટેકરાના સંઘના પ્રમુખ છે. એક નિમિત્ત પામી તેમણે રોજનું એક સામાયિક શરૂ કર્યું જે આજ ૩૫ વર્ષે પણ નિયમિત રીતે ચાલુ જ છે! ટેકરાના ઉપાશ્રયની ખનનવિધિ કસ્તુરભાઈ લાલભાઈના હાથે કરાવવાનું આગેવાનોએ વિચાર્યું. પંડિત મફતલાલ સાથે જઈ વિનંતી કરી. વાત સાંભળી કસ્તુરભાઈ કહે, “એ સમયે હું રોજ સામાયિક કરું છું તેથી નહિ આવી શકું.” સામાયિક આગળ-પાછળ કરવાની વિનંતી કરી. પણ તેમનો તે નિયત સમય હતો. પછી બધાના અતિ આગ્રહથી કસ્તુરભાઈએ વિનંતી સ્વીકારી. પણ આ પ્રસંગથી રમણભાઈ વિચારે ચડ્યા :“આટલા મોટા શ્રીમંત માણસ. અનેક મિલોના માલિક. સંઘમાં આગેવાન. છતાં રોજ સામાયિક કરે છે ! તો મારે ETTER ન ૧૨ T TS For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વિના કેમ ચાલે ? તેમના જેમ હું પણ એક સામાયિક કરી મારા આત્માનું કાંઈક હિત સાધું !” રમણભાઈ ત્યારથી નિયમિત રોજ સામાયિક કરે છે. એકનો ધર્મ બીજાને પણ કેવા ધર્મી બનાવે છે તેનું આ અભૂત દષ્ટાંત છે. શ્રીમંતો, આગેવાનો ધર્મ કરે તો ઘણાંને પ્રેરણા થાય અને મોટાઓ અને માતા-પિતા ધર્મ કરે તો ઘરમાં બધાને ધર્મની ભાવના થાય. ઘણી વાર ઉપદેશ કરતાં આચરણથી ઘણા બધાના જીવનમાં ધર્મના આચારો આવે છે. વળી આપણે પણ આપણા મનમાં સારા પ્રસંગોનું ચિંતવન કરવાની સુટેવ પાડવી જોઈએ. આવા સારા પ્રસંગો જોઈ, જાણી, વિચારણા કરે તેના જીવનનો અવશ્ય વિકાસ થાય છે. આમ તમારા મનમાં ભાવ, ઉલ્લાસ વધે; યથાશકિત જીવનમાં ધર્મના આચારો વધે અને તમે આત્મહિત સાધો એ જ શુભેચ્છા. સામાનું અશુભ, પાપાચાર, દુરાચાર કર્મ-પરવશ આખી દુનિયા જલદી ગ્રહણ કરે છે. ધર્મપ્રેમી તમારે બીજામાંથી પ્રેરણા લઈ શક્ય ધર્મકાર્યો તમારા જીવનમાં લાવવાની ટેવ પાડવી જોઈએ. આજે આ રમણભાઈનું જીવન ઉદારતા, સાધર્મિક ભકિત, કરુણા, સાધુભકિત આદિ અનેક ગુણોથી મઘમઘતું છે ! વળી વરસોથી નિયમિત રીતે આરાધેલ એક માત્ર સામાયિક વ્રતથી તેમના જીવનમાં સંતોષ, સમાધાન, પ્રસન્નતા અને પ્રશમ ભાવ ઝળકે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ તમે સૌ પણ રમણભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ મળેલા આ મહાન માનવજન્મ ને સફળ બનાવી લ્યો એ જ શુભેચ્છા. '૧૧. લોચનો લાભ લેનાર ગુજરાતના એ ભાગ્યશાળી ભવ્ય ભાવનાઓના ભંડાર છે. આયંબિલ માત્ર રોટલી અને કરિયાતાથી કરે છે ! સાધુ-વૈયાવચ્ચ, જ્ઞાનની ભક્તિ વગેરે ઘણી આરાધના કરે છે. બાજુના ઉપાશ્રયમાં એ લોન્ચ કરવા આવેલા. મારા લોચ માટે મેં કહેવરાવ્યું. તેઓ તરત જ આવ્યા. વ્યાખ્યાન, ગોચરી વગેરે જરૂરી કામ હોવાથી બપોરના ૧૨ પહેલાં નહીં ફાવે એમ મેં કહ્યું. તરત જ તે ભકિતભાવ ભરેલા હૈયે બોલ્યા, “સાહેબજી ! ભલે તમે બધાં કામ કરી લ્યો, પછી લોચ કરીશ.” પોતાને જલ્દી પાછા જવાનું હોવા છતાં રોકાઈ ગયા. જમવાનો તેમને સુશ્રાવકે ખૂબ આગ્રહ કર્યો પણ ન માન્યા. ત્યારના થોડા પરિચયમાં પણ તેમના હૈયામાં ઉછળતો ગુરુ-આદરનો ધોધ સાક્ષાત્ જોઈ તથા તેમને મોઢે તેમના અરમાનો, આરાધના, ધર્મભાવનાઓ સાંભળી મને તેમના પ્રત્યે માન થઈ ગયું. એ નિવૃત્ત છે અને શક્ય તેટલી ખૂબ આરાધના કરે છે. સાધુઓની લોચની ભક્તિ કરતા જોઈ ભાવિકોએ બહુમાન સ્વીકારવાની ખૂબ આજીજી કરી પણ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ એક પાઈ પણ ન લીધી ! જવા આવવાનું ગાડી ભાડું વગેરે પણ ન લે ! અરે ! મ.સા. સૂચન કરે તો પણ મવા પણ ન જાય ! એક વાર તો એક જ દિવસમાં ૧૨ સાધુ ભગવંતોના લોચ કર્યાં હતા. લોચ કરનારને અઠ્ઠમ તપનું પુણ્ય મળે એમ કહેવાય છે. આત્મકમાણી કમાઈ લેવાની કેવી તત્પરતા ! હે આત્મહિતાર્થીઓ ! લોચ કરવાનું ભલે તમે શીખ્યા નથી, પણ તમને લોચ કરાવેલ બાલ, નૂતન, વૃદ્ધ વગેરે સાધુ - સાધ્વીની ભકિતની તક મળે તો વરસી જ પડજો. ખૂબ ભાવથી તેમની શાતા ને સમાધિ વધે એમ બધી ભકિત ગાંડા થઈને કરશો તો બંધાયેલું પુણ્ય ભવોભવ સુખશાતા સાથે સંયમ પણ મેળવી આપશે. પ્રસિદ્ધિથી દૂર રહેવા ઈચ્છતા હોવાથી આ શ્રાવકજીનું નામ જણાવ્યું નથી. વળી આવા સાધુ-ભકર્તાની પણ સર્વ પ્રકારની ભક્તિનો પણ શક્ય લાભ બધાએ લેવા જેવો છે. ૧૨. તિથિ પૌષધ ભગવાનનગરના ટેકરે ધરણેન્દ્રભાઈ દશ તિથિ પૌષધ પ્રાય : કરે છે ! એક વાર તેમણે સાભળ્યું કે રસિકભાઈ દશ તિથિ પૌષધ કરે છે તેથી તેમને પણ ભાવના થઈ ! બીજા કોઈ સાથે ન હોય છતાં એકલા પણ પૌષધ કરે. મહારાજ સાહેબ ઉપાશ્રયમાં ન હોય તો પણ કરે. હે સુશ્રાવકો ! યથાશકિત બાર તિથિ, પાંચ તિથિ, બે તિથિ પૌષધ, સામાયિક, તપ, વ્યાખ્યાનશ્રવણ ૧૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વગેરે આરાધના કરવી જોઈએ. કારણકે ભગવાન કહે છે કે સામાયિક, પૌષધ, શાસ્ત્ર-સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ, જાપ, ધ્યાન, પ્રભુભક્તિ આદિમાં ગયેલો સમય જ સફળ છે. બાકીનો સમય તો ઉલટું સંસાર વધારનારો છે. એટલે આ દુર્લભ ભવમાં મોક્ષપ્રાપક ધર્મની કમાઈ કરી લેવી એ જ સાર ૧૩. રાત્રિભોજન કરનારના પાણીનો પણ ત્યાગ એક સુશ્રાવક આ પ્રસંગોના પુસ્તકો લેવા ગયા. પ્રાસંગિક વાતો પછી તે શ્રાવકે ચા-પાણીની વિનંતી કરી. તેમણે કહ્યું, “પાણી પણ રાત્રિભોજન ન થતુ હોય તે ઘેર જ પીવું છું. મુંબઈમાં મારા દીકરાઓના ઘેર પણ પાણી પીતો નથી !” કેવો રાત્રિભોજનનો ભય ? પોતાના ઘેર રાતના પાણી પણ ન પીવડાવનારા ઘર મળે, પણ રાત્રિભોજીના ઘરના પાણીનો ત્યાગ કરનાર મારા જાણવામાં આ પહેલા શ્રાવક આવ્યા. સદ્ગતિપ્રેમી હે સુશ્રાવકો ! તમે સાત્રિભોજન ત્યાગી બનો તો કેટલું જોરદાર પુણ્ય બંધાય ? ઉપરાંત આવા ઉત્તમ શ્રાવકોની ભકિતનો પણ ખૂબ મોટો લાભ મળે ! 'જૈન આદર્શ પ્રસંગો ભાગ ૫ સંપૂર્ણ XXXX) Allwintimit For Personal & Private Use Only www.jainemorary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ અને અંતે * હે વાચક, પુસ્તક ગમ્યું ? - તો અમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. * તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. જ તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. * મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે પ-રપ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! જ શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. (ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. ઝઃ પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૬, ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની ૬ વર્ષમાં ૧૦ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. 'આની કુલ ૧,૩૩,૭૦૦ નકલો પ્રગટ થઈ છે. * સધળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. * ભાગ ૧ થી ૪ કન્સેશનથી રૂ.૩.૫૦/- માં અને * ભાગ ૫ કન્સેશનથી રૂા. ૧.૫૦ માં અને ભાગ ૬ રૂા. ૨/- માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. ૯ ભાગ-૭ પ્રાય : કારતક માસમાં પ્રગટ થશો. * For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ = | | પોથી - મોટા મોટા માંથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી - આફતો આવ્યા જ કરે છે. - આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી 7 બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા તારલા જેવા છે. 8 તો કોના પવિત્ર પ્રસંગો તમને Serving JinShasan, 6 ને અનુમોદનાનું પુણ્યા | એ આત્મહિત કરવા સમર્થ આવા પ્રસંગોમાંથી eller $221) gyanmandir@kobatirth.org ' પ ધ ન (V યથાશ i125490 Education International) Tયનાથ), મલાડ (વ) For Personal & Private Use On 35371/874736]