________________
રહી એટલે ઘરે જતાં પૂજારીને સૂચના આપી કે સાંજે દેરાસર ખોલો ત્યારે આ ચાંદીની દીવી ઉંચી મૂકી દેજો. પણ સાંજે પણ દીવી ચાલુ! વળી બીજે દિવસે સવારે એ દીવી એની પૂજાની પેટીમાંથી નીકળી ! દેવો પણ આપણા પ્રભુની પૂજા કરે છે એનો આ પ્રત્યક્ષ પુરાવો છે.
એ જ દેરાસરમાં નીચે શ્રી શાંતિનાથજી ભગવાનના પૂજારીને રોજ સવારે ૧ રૂપિયો મળતો ! જ્યારથી તેણે કોઈને કહયું ત્યારથી રૂપિયો મળતો બંધ થયો. ૧૦. સામાનું સારું ગ્રહણ કરતાં શીખો
રાજનગરમાં રમણભાઈ ભગવાનનગરના ટેકરાના સંઘના પ્રમુખ છે. એક નિમિત્ત પામી તેમણે રોજનું એક સામાયિક શરૂ કર્યું જે આજ ૩૫ વર્ષે પણ નિયમિત રીતે ચાલુ જ છે! ટેકરાના ઉપાશ્રયની ખનનવિધિ કસ્તુરભાઈ લાલભાઈના હાથે કરાવવાનું આગેવાનોએ વિચાર્યું. પંડિત મફતલાલ સાથે જઈ વિનંતી કરી. વાત સાંભળી કસ્તુરભાઈ કહે, “એ સમયે હું રોજ સામાયિક કરું છું તેથી નહિ આવી શકું.” સામાયિક આગળ-પાછળ કરવાની વિનંતી કરી. પણ તેમનો તે નિયત સમય હતો. પછી બધાના અતિ આગ્રહથી કસ્તુરભાઈએ વિનંતી સ્વીકારી. પણ આ પ્રસંગથી રમણભાઈ વિચારે ચડ્યા :“આટલા મોટા શ્રીમંત માણસ. અનેક મિલોના માલિક. સંઘમાં આગેવાન. છતાં રોજ સામાયિક કરે છે ! તો મારે ETTER ન ૧૨ T
TS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org