Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 10
________________ તો ભગવાન શી રીતે દેખાશે ? એના કરતાં ઓપરેશન કરીને તરત જ શંખેશ્વર તીર્થ લઈ જઈશું. પછી આપ પેટ ભરીને દર્શન કરજે.” પિતાએ કહ્યું, “ભલે હું ભગવાનને નથી જોતો, પણ ભગવાન તો મને જોઈ શકે છે. બસ, મારે પહેલાં શંખેશ્વરજી જ જવું છે !” વિનીત પુત્રોએ આ વાત ઝીલી લીધી. બુદ્ધિજીવીની કલ્યાણયાત્રા જલદી વિરામ પામે છે, જ્યારે હળુક શ્રદ્ધાળની યાત્રા આગળ ધપતી જ જાય છે ! બંને પુત્રો પિતાશ્રીના હાથ પકડીને શંખેશ્વરની બસમાં બેઠા. અજાણ્યા છે. શંખેશ્વરમાં ઉતરીને પૂછે છે કે દાદાનો દરબાર કયાં છે ? ત્યાં પહોંચ્યાં અને પૂજારીને વિનંતી કરી કે આ પ્રજ્ઞાચક્ષુ છે અને દર્શન માટેની અદમ્ય ઈચ્છા છે, માટે આગળ જવા દો અને ગભારામાં પહોંચ્યા. પુત્રો કહે છે, “પિતાજી ! આપની સામે ભગવાન છે, દર્શન કરો.” દિલની ઉત્કટ ભાવના ઘણાં વર્ષે સફળ થતાં આ પ્રભુભકત ખૂબ ગદ્ગદિત થઈ ગયા ! હૈયાથી દર્શન કરતાં કરતાં ભક્તિભાવનો ધોધ ઊછળવા માંડ્યો ! આનંદનો કોઈ - પાર નથી. તે વખતે આટલા વર્ષો પ્રમાદ કર્યો તે મોટી ભૂલનો પશ્ચાતાપ કરતાં મનમાં ઉદ્ગાર સરી પડે છે, “હે પ્રભુજી ! માફ કરો. આંખો હતી ત્યાં સુધી અટવાય. હવે તારૂં દર્શન દુર્લભ બન્યું. પણ પ્રભુજી આ પાપી ઉપર મહેર કરી મારો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20