Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ ઉદ્ધાર કરજે. આમ આક્રંદ કરી રહ્યા છે. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે. પહેરેલા વસ્ત્રો આંસુથી ભીના થાય છે! બધા ભકતો પણ આની ભાવનાથી આનંદમાં ગરકાવ થઈ ગયા છે, અને તેની ભક્તિની અનુમોદના કરી રહ્યા છે ! એટલામાં તો બંને આંખના મોતીયા રૂમાલમાં આવી ગયા ! તેણે સામે જ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જોયા છે! કેવલજ્ઞાન રૂપી ચક્ષુ આપનાર શ્રી પ્રભુ માટે ચર્મચક્ષના દાનની શી વિસાત ? આવી શ્રદ્ધા ભકિત આવી જાય તો આપણું પણ કામ થઈ જાય. પટેલ ઉછળતા ભાવથી દાદાના દર્શન કરતાં નાચી રહ્યા છે. અનંતા કર્મોનો નાશ કરી નાંખ્યો. હે ભવ્યો ! તમે બધા પણ દેવાધિદેવની હૈયાથી ઉત્કૃષ્ટ ભકિત કરી આ અસાર સંસારને શીધ્ર તરી જાવ એ જ એકની એક સદા માટે શુભાશિષ. '૭. નવકારથી ભવ પાર શ્રી શંખેશ્વરની બાજુમાં લોલાડા ગામમાં બનેલી ઘણાં વર્ષો પહેલાંની આ સત્ય ઘટના ધ્યાનથી વાંચો. દેરાસરની બધી ભક્તિ ગામના લોકો વારાફરતી કરે ! એક દિવસ જેનો વારો હતો તે ઘરના બધાં બહારગામ ગયેલા. પૂજા સંભાળવા ઘરે રાખી ગયેલ ૧૩ વર્ષની છોકરી કુવામાંથી પાણી ભરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20