Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
'૯. દેવોનું સાક્ષાત્ દર્શન
પાટડીમાં પ.પૂ. પ્રવર્તકપ્રવર શ્રી જંબૂવિજયજી મ.સા. ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીની પ્રેરણાને ઝીલી નાના ગામમાં ૩૦ માસક્ષમણ થયા ! ૧૫ વર્ષની વર્ષાએ પણ માસક્ષમણ કરેલું ! તેમણે આજે દીક્ષા લીધી છે.
માસક્ષમણના પારણા પછી ૫-૬ દિવસ બાદ આ વર્ષાબેન શ્રી જીરાવલા પાણ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે બપોરે ૧૧-૩૦ વાગે ગયા. દેરાસરમાં કોઈ નહીં. પૂજારી પણ નીચે શ્રી શાંતિનાથના દેરાસરના કાર્યમાં રત હતો. વર્ષાબેને આવી કેસર વાટયું. ગભારામાં ગયા. વાટકી, ફુલ ત્યાં મૂકયા. પછી હાથ ધોઈ મુખકોશ બાંધી અંદર જાય છે ત્યાં વાટકીમાં કેસર નહી, ફલ પણ નહી અને વાટકી ચોકખી ધોયેલી હોય તેવી જોઈ ! તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. ફરી કેસર વાટી મૂળનાયકની પૂજા કરે છે તેટલામાં આખુ મંદિર દિવ્ય સુગંધથી મઘમઘાયમાન બની ગયું ! બે દેવો એક દિવ્ય પ્રતિમાને મૂળનાયકની બાજુમાં બિરાજમાન કરી, પૂજા કરી ચામરનૃત્ય કરી રહ્યા છે ! પ્રકાશનો પૂંજ સર્વત્ર ફેલાઈ ગયો છે. આ સાક્ષાત્ જોઈ વર્ષાબેને તો આ દિવ્ય પ્રતિમાની પણ પૂજા કરી !!! આશ્ચર્ય એ થયું કે પોતાના ઘરેથી લાવેલી ચાંદીની દીવી સળગતી હતી. પછી પણ ના કલાક ચાલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20