Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 15
________________ સામાયિક વિના કેમ ચાલે ? તેમના જેમ હું પણ એક સામાયિક કરી મારા આત્માનું કાંઈક હિત સાધું !” રમણભાઈ ત્યારથી નિયમિત રોજ સામાયિક કરે છે. એકનો ધર્મ બીજાને પણ કેવા ધર્મી બનાવે છે તેનું આ અભૂત દષ્ટાંત છે. શ્રીમંતો, આગેવાનો ધર્મ કરે તો ઘણાંને પ્રેરણા થાય અને મોટાઓ અને માતા-પિતા ધર્મ કરે તો ઘરમાં બધાને ધર્મની ભાવના થાય. ઘણી વાર ઉપદેશ કરતાં આચરણથી ઘણા બધાના જીવનમાં ધર્મના આચારો આવે છે. વળી આપણે પણ આપણા મનમાં સારા પ્રસંગોનું ચિંતવન કરવાની સુટેવ પાડવી જોઈએ. આવા સારા પ્રસંગો જોઈ, જાણી, વિચારણા કરે તેના જીવનનો અવશ્ય વિકાસ થાય છે. આમ તમારા મનમાં ભાવ, ઉલ્લાસ વધે; યથાશકિત જીવનમાં ધર્મના આચારો વધે અને તમે આત્મહિત સાધો એ જ શુભેચ્છા. સામાનું અશુભ, પાપાચાર, દુરાચાર કર્મ-પરવશ આખી દુનિયા જલદી ગ્રહણ કરે છે. ધર્મપ્રેમી તમારે બીજામાંથી પ્રેરણા લઈ શક્ય ધર્મકાર્યો તમારા જીવનમાં લાવવાની ટેવ પાડવી જોઈએ. આજે આ રમણભાઈનું જીવન ઉદારતા, સાધર્મિક ભકિત, કરુણા, સાધુભકિત આદિ અનેક ગુણોથી મઘમઘતું છે ! વળી વરસોથી નિયમિત રીતે આરાધેલ એક માત્ર સામાયિક વ્રતથી તેમના જીવનમાં સંતોષ, સમાધાન, પ્રસન્નતા અને પ્રશમ ભાવ ઝળકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20