Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 16
________________ તમે સૌ પણ રમણભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ મળેલા આ મહાન માનવજન્મ ને સફળ બનાવી લ્યો એ જ શુભેચ્છા. '૧૧. લોચનો લાભ લેનાર ગુજરાતના એ ભાગ્યશાળી ભવ્ય ભાવનાઓના ભંડાર છે. આયંબિલ માત્ર રોટલી અને કરિયાતાથી કરે છે ! સાધુ-વૈયાવચ્ચ, જ્ઞાનની ભક્તિ વગેરે ઘણી આરાધના કરે છે. બાજુના ઉપાશ્રયમાં એ લોન્ચ કરવા આવેલા. મારા લોચ માટે મેં કહેવરાવ્યું. તેઓ તરત જ આવ્યા. વ્યાખ્યાન, ગોચરી વગેરે જરૂરી કામ હોવાથી બપોરના ૧૨ પહેલાં નહીં ફાવે એમ મેં કહ્યું. તરત જ તે ભકિતભાવ ભરેલા હૈયે બોલ્યા, “સાહેબજી ! ભલે તમે બધાં કામ કરી લ્યો, પછી લોચ કરીશ.” પોતાને જલ્દી પાછા જવાનું હોવા છતાં રોકાઈ ગયા. જમવાનો તેમને સુશ્રાવકે ખૂબ આગ્રહ કર્યો પણ ન માન્યા. ત્યારના થોડા પરિચયમાં પણ તેમના હૈયામાં ઉછળતો ગુરુ-આદરનો ધોધ સાક્ષાત્ જોઈ તથા તેમને મોઢે તેમના અરમાનો, આરાધના, ધર્મભાવનાઓ સાંભળી મને તેમના પ્રત્યે માન થઈ ગયું. એ નિવૃત્ત છે અને શક્ય તેટલી ખૂબ આરાધના કરે છે. સાધુઓની લોચની ભક્તિ કરતા જોઈ ભાવિકોએ બહુમાન સ્વીકારવાની ખૂબ આજીજી કરી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20