Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ એક પાઈ પણ ન લીધી ! જવા આવવાનું ગાડી ભાડું વગેરે પણ ન લે ! અરે ! મ.સા. સૂચન કરે તો પણ મવા પણ ન જાય ! એક વાર તો એક જ દિવસમાં ૧૨ સાધુ ભગવંતોના લોચ કર્યાં હતા. લોચ કરનારને અઠ્ઠમ તપનું પુણ્ય મળે એમ કહેવાય છે. આત્મકમાણી કમાઈ લેવાની કેવી તત્પરતા ! હે આત્મહિતાર્થીઓ ! લોચ કરવાનું ભલે તમે શીખ્યા નથી, પણ તમને લોચ કરાવેલ બાલ, નૂતન, વૃદ્ધ વગેરે સાધુ - સાધ્વીની ભકિતની તક મળે તો વરસી જ પડજો. ખૂબ ભાવથી તેમની શાતા ને સમાધિ વધે એમ બધી ભકિત ગાંડા થઈને કરશો તો બંધાયેલું પુણ્ય ભવોભવ સુખશાતા સાથે સંયમ પણ મેળવી આપશે. પ્રસિદ્ધિથી દૂર રહેવા ઈચ્છતા હોવાથી આ શ્રાવકજીનું નામ જણાવ્યું નથી. વળી આવા સાધુ-ભકર્તાની પણ સર્વ પ્રકારની ભક્તિનો પણ શક્ય લાભ બધાએ લેવા જેવો છે. ૧૨. તિથિ પૌષધ ભગવાનનગરના ટેકરે ધરણેન્દ્રભાઈ દશ તિથિ પૌષધ પ્રાય : કરે છે ! એક વાર તેમણે સાભળ્યું કે રસિકભાઈ દશ તિથિ પૌષધ કરે છે તેથી તેમને પણ ભાવના થઈ ! બીજા કોઈ સાથે ન હોય છતાં એકલા પણ પૌષધ કરે. મહારાજ સાહેબ ઉપાશ્રયમાં ન હોય તો પણ કરે. હે સુશ્રાવકો ! યથાશકિત બાર તિથિ, પાંચ તિથિ, બે તિથિ પૌષધ, સામાયિક, તપ, વ્યાખ્યાનશ્રવણ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20