Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 12
________________ પણ પગ ખસતાં નીચે પડી. બૂમ પાડે તો પણ કોઈ સાંભળે એમ ન હતું. બેબી નવકાર ગણવા માંડી ! ત્રણ નવકાર પૂરા થયા તે પહેલાં તો શ્રી નવકાર મહામંત્રના અચિંત્ય પ્રભાવથી બેબી ભીના કપડે દેરાસસ્ના ઓટલે બેઠેલી પોતાને જુવે છે ! તરત જ પૂજાના કપડાં પહેરીને પ્રભુભકિત કરી, આજે તો તેમણે દીક્ષા લીધી છે અને પ. પૂ.આ.શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આ જિનેંદ્રપ્રભાશ્રીજી રત્નત્રયીની સુંદર આરાધના કરી રહ્યા છે ! '૮. ગુરુ-ચરણામૃતનો પ્રભાવ સાધ્વીજી શ્રી શીલવર્ધનાશ્રીજી ને શ્વાસનું દર્દ ઉપડ્યું. રાત અને દિવસ સુવાતું નથી, બેસાતું નથી અને રોગ વધતો ચાલ્યો. પ.પૂ. ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. નું ચરણામૃત પાતરીમાં આપ્યું. વાપરી ગયા ને થોડી ક્ષણોમાં શ્વાસ બેસી ગયો ! આટલુ તત્કાળ પરીણામ જોયા પછી પણ આપણે જો ગુરુભકિત ન કરીએ તો આપણા જેવા દયાપાત્ર બીજા કોણ ? આપણે સૌ ગુરુની મહાનતા સમજીએ. * * * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20