Book Title: Jain Adarsh Prasango Part 05 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 3
________________ ૧. ગુરુવંદને ગુરુ બનાવ્યા ‘કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુવંદનથી નરક નિવારી' આ વાત સાંભળી એક સુશ્રાવકે નકકી કર્યું કે ચારિત્ર મોહનીય ખપાવવા મારે ૧૮૦૦૦ સાધુને વંદન કરવું ! અને ઘણા ઉપાશ્રયે બધા સાધુને વંદન કરવા માંડ્યું ! ડાયરીમાં નોંધ કરે. અજાયબી એ થઈ કે ૧૮૦૦૦ સાધુને વંદન થયાં અને ચારિત્ર મોહનીય નાઠું. દીક્ષા મળી ! ચારિત્ર મોહનીયનો ખાતમો બોલાવનાર આ ગુરુવંદન તમે રોજ સર્વ સાધુઓને કરો એ શુભેચ્છા. બધા મહારાજને વંદનની અનૂકૂળતા ન હોય તો છેવટે બધા સાધુઓની પાસે જઈ હાથ જોડી મન્થુએણ વંદામિ’ કરવાનો લાભ તો અવશ્ય લેવો જોઈએ. ઉપાશ્રયમાં વંદન કરવા જાય ને બીજા અપરિચિત મહારાજ હોય તો ઘણાં વંદન કર્યા વગર પાછા જાય છે. તેને બદલે તમે બધા નિર્ણય કરો કે ભલે આપણા પરિચિત મહાત્મા ત્યાં ન હોય તો પણ જે સાધુ ત્યાં બિરાજમાન હોય તેમના વંદનનો લાભ આપણે ગુમાવવો નથી. જિનપૂજાની જેમ ગુરુવંદન દરરોજ દરેક શ્રાવકે કરવું જોઈએ. વિશેષમાં ઉપાશ્રય પાસેથી નીકળવાનું થાય ત્યારે પણ ગુરુવંદન કરવું જોઈએ અને જ્યારે પણ સાધુ-સાધ્વીજી મળે ત્યારે હાથ જોડવા જોઈએ. Jain Education International ૧ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20