Book Title: Jain Adarsh Prasango Part 05 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 6
________________ પાપ - ભીરતાને કારણે રાત્રે લાઈટોમાં જવાથી તેઉકાયની અમાપ હિંસાથી બચવા તેને રાત્રે કયાંય જવાનું મન ન થાય. કાળવેળાએ ખુલ્લામાં કે લાઈટમાં જવું પડે તો તેને થાય કે સાધુની જેમ કામળી ઓઢીને જવું જોઈએ જેથી ધણા પાપથી બચાય. ઈર્યાસમિતિનું પાલન, મુહપત્તિનો ઉપયોગ, વાતે-વાતે જયણા એ બધું એને ખૂબ ગમે. તિથિએ પૌષધ કરે. એમ આગળ વધતાં વધતાં ખૂબ પુરુષાર્થથી એને છેવટે દીક્ષા પણ મળી. સગાઓએ પણ એની મકકમતા જોઈ રાજીખુશીથી મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. મહત્વની વાત એ છે કે પાછલા જન્મમાં સંસ્કાર પડે તેવો ભાવથી ધર્મ કર્યો હશે કે જેના પ્રભાવે આ ભવમાં આવા કાળમાં સત્સંગના અભાવમાં પણ સહજપણે ધર્મ-પુસ્તકોનું વાંચન, આરાધના, વિધિ વગેરેની રુચિ જાગી ! વળી ધર્મની દઢ શ્રદ્ધા જલ્દી થઈ ગઈ ! ખૂબ પુરુષાર્થ કરીને દીક્ષા પણ મેળવી. એમ તમે પણ ધર્મક્રિયા, ધર્મવાંચન, પ્રવચન-શ્રવણ, સુશ્રાવકો ને સુસાધુઓનો સત્સંગ, જયણા, પાપભય, કિયારુચિ, જિનાજ્ઞા- બહુમાન વગેરે ગુણો આ ભવમાં એવા આત્મસાત્ કરો કે સાનુબંધ થયેલા તે સગુણો પરભવમાં સાથે આવે અને ત્યાં પણ ધર્મ-આરાધના અને ગુણો ખૂબ ખૂબ વિકાસ પામે. એમ ભવોભવ આત્મગુણો વધતાં જાય અને શીઘ્ર શિવ - સુખ મળે. વળી દીક્ષા વગેરેનો જેને ભાવ થાય તેણે હિંમત અને ખંતથી ઉદ્યમ કર્યા જ કરવો. તો એ અવશ્ય આવી પરમ તારક પારમેસ્વરી પ્રવ્રજ્યા પામે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20