Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 4
________________ ૨. વ્યાખ્યાને ધમ શ્રાવક બનાવ્યા દિલીપભાઈ લંડન રહેતા હતા. પુણ્યોદયે એકવાર તેમણે ભારતમાં ગુરુદેવ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું પ્રવચન સાંભળ્યું. આત્મા જાગી ગયો. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. લંડનમાં ખૂબ કમાણી. છતાં નકકી કર્યું કે હવે તો ધર્મ જ કરવો અને અનાર્ય દેશમાં થતાં અનેક પાપોથી આત્માને બચાવવો. લંડન કાયમ માટે છોડી ૩૦ વર્ષની – કેટલી ? માત્ર ૩૦ વર્ષની ભરયુવાનવયે જામનગરમાં રહેવા આવ્યા. ભારતમાં નિવૃત્ત જીવન જીવવાનું નકકી કર્યું. મૂડીના વ્યાજમાં ગુજરાન ચલાવે છે. તેમાંથી સાતક્ષેત્રમાં દાન વગેરે ધર્મ કરે છે. લાખો રૂપિયા ખર્ચી પાલીતાણા છરી પાલિત સંઘ કાઢ્યો. ભવ્ય રથયાત્રા કાઢી. લાખો ખર્ચ ધાર્મિક પુસ્તકો છપાવ્યાં. અંજનશલાકાથી અનુકંપા સુધીનાં અનેક ધર્મકાર્યો કર્યા. વ્યાખ્યાનથી આત્મહિતની ભાવના થઈ. ઘણાં પાપ, અનાર્ય દેશ, પાપરૂચિ વગેરે આત્મ-મલ દૂર કર્યા અને અનેક ધર્મકાર્યો કરી અનેક ભવમાં ધર્મ, સુખશાંતિ વગેરે રીઝર્વ કર્યા, આ બધો પ્રભાવ ધર્મનો જ ને ? મહામહિમાવંતુ વ્યાખ્યાનનું શ્રવણ તમે પણ સદા કરો. શુભ આલંબનનો સુંદર પ્રભાવ સમજી તમે પણ વ્યાખ્યાન- શ્રવણ વગેરે ધર્મ કરો એ જ હિતશિક્ષા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20