________________
૧૫ પ્રકાશનોમાં મૂળ તેમજ ભાષાંતરમાં જે અશુદ્ધિઓ જણાઈ તેનું પરિમાર્જન કરેલ છે અને મ. દ. ખખ્ખરના પુસ્તકમાં શુદ્ધિપત્રક પાછળ આપેલ છે તે મુજબ મૂળમાં શુદ્ધિકરણ કરેલ છે. આમ છતાં અનાભોગથી કે દૃષ્ટિદોષથી જે અશુદ્ધિઓ રહી ગયેલ હોય તે વિદ્ધજ્જનો સુધારીને વાંચે અને તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
ઉપકારસ્મરણ :- આ નવીન સંસ્કરણના સંપાદન કાર્ય માટે પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજની ખાસ પ્રેરણા મળતાં આવા ઉત્તમ દાનવીર મહાપુરુષ જગડૂશાહના આ ચરિતનું કાર્ય કરવા માટે મને ઉલ્લાસ જાગૃત થયો અને આવા ઉત્તમ મહાપુરુષના ચરિત્રને વાંચવાની જે અમૂલ્ય તક સાંપડી, તે બદલ પૂજય પંન્યાસજીમ.ની ઋણી છું. આ કાવ્યની મહાકાવ્ય તરીકે પરિગણના થાય છે. ગ્રંથકારશ્રી પૂ.આ.સવાણંદસૂરિમહારાજાએ અનેક વૈવિધ્યસભર છંદોમાં આ કાવ્યની રચના કરેલ છે. એ છંદોના નામો વગેરે જોવા માટે કાવ્યસાહિત્ય વિદ્વાન પં. અમૃતભાઈ પટેલને અમે આપેલ. તેઓએ અમને આ નવીનસંપાદનનું પ્રથમ પ્રૂફ જોઈ આપેલ છે. તે માટે અત્રે તેમનો નામોલ્લેખ કરવા સાથે કૃતજ્ઞતા દાખવું છું.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમ દાનવીર મહાપુરુષો જૈનશાસનમાં થઈ ગયા અને પોતાની ઉચ્ચભૂમિકાસંપન્નતા, વિશિષ્ટમાર્ગાનુસારીકક્ષાના ગુણો વગેરે દ્વારા દાન, પરોપકાર, વિવેકપૂર્વકના અનુકંપાના કાર્યો કરીને અનેકોને આદર્શરૂપ બન્યા. પરમાત્માના જૈનશાસનની પ્રભાવના કરવા પૂર્વક અનેકજીવોને બોધિબીજ, સમ્યક્ત વગેરે પ્રાપ્ત કરાવનારા બન્યા તેમ વર્તમાનમાં પણ લઘુકર્મી ભવ્યજીવો આવા વિશિષ્ટગુણસંપન્ન બની
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org