Book Title: Jagducharitam Mahakavyam
Author(s): Sarvanandsuri, Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ ૮. ૧૧૪ શ્રીજગડૂચરિત ૭. પછી ભદ્રેશ્વરપુર જઈ ત્રણે લોકમાં જેનો યશ ફેલાયેલો છે એવા પુણ્યશાળી અને નીતિએ વિરાજમાન જગડૂએ પોતાના સંઘના લોકની સારી સેવા કરીને પોતાના કુળને પાવન કર્યું. વિસલરાજાની આજ્ઞાથી નાગડ નામનો તેનો પ્રમાણિક મુખ્ય પ્રધાન આવ્યો, ત્યારે નિર્મળ સ્નેહવાળા તથા વૈભવવાન જગડૂએ ત્યાં તેનો આદરસત્કાર કર્યો. ૯, એ રાજાનું વહાણ આખર મોસમમાં કિંમતી ઘોડા સહિત સમુદ્રતીરે પવનના તોફાનથી ચોતરફ ઉછળી ઉછળીને ભાંગી ગયું. ૧૦. (તેમાં) વીશ ઘોડા જાણવામાં હતા, પણ પાણીમાંથી એક જ ઘોડો કિનારે જીવતો નીકળ્યો, તે લેવા સારુ બુદ્ધિમાન નાગડે ઝટ પ્રયત્ન કરવા માંડ્યો. ૧૧. રાજાના મુખ્ય મંત્રીને તે જગડૂએ કહ્યું ““મારા ઘોડાને વિષે તમે અભિલાષા છોડી ઘો. સારો લજ્જાળુ પુરુષ બીજાની વસ્તુ માટે કદાપિ ઇચ્છા કરતો નથી.” ૧૨ નાગડ પણ કહેવા લાગ્યો “હે સુભાગી ! એ ઘોડો તો નિશ્ચય મારા સ્વામીનો છે, અને જો તેમ ન હોય તો (બીજા) વીશ સરસ ઘોડા મારે તને દેવા.” ૧૩. “ભલે ત્યારે”, એમ જગડૂએ બોલીને પછી ઉપર પોતાનું નામ લખેલું એવું ચામડામાં લપેટેલે પત્ર ઘોડાના ગળામાંથી જલદી પોતે લઈ લીધું. ૧૪. નાગડનું હોવું=ખ્તો-મુખ પડી ગયું, તે જોઈને પ્રસન્ન હૃદયવાળા જગડૂએ તેને કહ્યું “એ સમુદ્ર મને વરદાન આપેલું છે, તેથી તે મારી કોઈપણ જણસ કદાપિ રાખતો જ નથી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172