________________
૧૧૮
શ્રીજગડૂચરિત્ ૩૬. તેના અનેક સુંદર ગુણોથી પ્રસન્ન થયેલો કયો રાજા આ આખી
પૃથ્વીપર, એની પરલોક જવાની વાત સાંભળીને તે વખતે
શોક કરતો ન હતો ? ૩૭. હું તો એમ માનું છું કે પૃથ્વીનું હતભાગ્ય કે સોળનો પુત્ર
(જગ) સ્વર્ગના સ્ત્રીવર્ગનાં ચિત્તને હર્ષ પમાડનાર થયો, એટલે કામદેવ પોતાના મનમાં બહુ જ ખુશી થયો, કળિ પોતાના પ્રતાપનું બળ ઘણું વધવાથી હર્ષ પામ્યો, અને ધર્મ
મનમાં અતિશય ખેદ પામ્યો. ૩૮. રાજ અને પા નામના તેના બે ભાઈઓ ગુરુના વચનથી
(પોતાનો) ભારી શોક તજી દઈ, પાછા સારાં ધર્મ કાર્ય
કરવામાં અગ્રેસર, અને રાજાના માનીતા થયા. ૩૯.શરદ્ ઋતુના પુનમના ચંદ્રનાં ધ્રુજતાં કિરણના જેવી ઉવળ
અને ચળકતી કીર્તિના પ્રકાશવડે પૃથ્વીને જેઓએ નિર્મળ કરી છે એવા, અને શ્રીષેણ નામના સૂરીન્દ્રનાં ચરણદ્વન્દ્રની સેવામાં તત્પર એવા એ શ્રીસંઘના મુખીઓએ શ્રીમાનું વિસલના
સારા કુળને ઘણા કાળ સુધી શોભાવ્યું. ૪૦.લક્ષ્મીના ઘર સમાન શ્રીજગડૂશાહનું મને શું શું ગમતું નથી ?
બધું જ ગમે છે. કારણ કે એમનું “તેજ' - બધા શત્રુઓનું માન મૂકાવે છે. “દાન' - ધરતીનો ઉદ્ધાર કરે છે. “સાહસ' - અનેક સજ્જનોનાં મનમાં આશ્ચર્ય સર્જે છે. બુદ્ધિ - જિનધર્મનાં મર્મને પામી ગઈ છે. “કીર્તિ ચાંદની જેવી ઝળહળતી છે.
એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ત્રિવિષ્ટપ(સ્વર્ગ)પ્રાપણ નામનો સાતમો સર્ગ સંપૂર્ણ થયો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org