________________
પરિશિષ્ટ [૪]
જગડૂપ્રબંધસારાંશ
કથા ૧લી ભદ્રેશ્વરપુરમાં શ્રીમાલીજ્ઞાતિનો જગશા રહેતો હતો, તે જળમાર્ગે વેપાર કરતો હતો, એક વખત જગડૂનો વાણીઓ નોકર માલથી વહાણ ભરી ઈરાનના અખાતમાં હોર્મઝના ટાપુમાં ગયો. ત્યાં એક વખાર ભાડે લીધી. તેની પડોસની વખારો બીજા વેપારીઓએ લીધી હતી. તે વખારોની વચ્ચેથી એક અમૂલ્ય પથ્થર નીકળ્યો. તે બહાર કાઢી વચમાં મૂક્યો, તેના પર બે વાણીઆ બેઠા, ને તકરાર કરવા લાગ્યા. એક કહે “મારો પથ્થર', ને બીજો કહે, “મારો.' એમ વિવાદ કરતાં રાજા પાસે ગયા. જગડૂના નોકરે રાજાને બહુ ધન આપી તે પથ્થર લઈ વહાણમાં નાખ્યો. જ્યારે તે ભદ્રેશ્વરને કાંઠે આવ્યું, ત્યારે જગડૂ પાસે એક જણે જઈને હાસ્યમાં કહ્યું, “ભાઈ, તારો વાણીઓ સેવક તો ખૂબ ધન મેળવી આવ્યો ! એક
૧. કથા ૧થી ૪ દાક્તર બૂલરે સંસ્કૃતમાં છાપેલા ગણિ શુભશીલ વિ.ના
પંચશતીપ્રબોધના જગડૂસંબંધ ઉપરથી ગુજરાતીમાં સારાંશ લીધો છે. [આ સારાંશરૂપકથા ૧થી ૪ રા.મ.દ.ખખ્ખરે જગડૂચરિત મહાકાવ્યના પુસ્તકમાં ઉપોદ્ધાતમાં આપેલ છે. તેમાંથી સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સમ્પા.]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org