________________
સર્ગ ૧ લો
પ૯ સર્વ દુઃખનો અતિ વેગથી નાશ થાય છે, અને હર્ષ ઝરે છે. ૧૧. સરસ્વતીના સ્મરણથી જાગ્રત થયેલી ઉત્કૃષ્ટ બુદ્ધિના પ્રભાવ
વડે શોભતા, કવીશ્વરોથી વર્ણવતા, અને ઇન્દ્રના હાથી ઐરાવતના દાંત સમાન શ્વેત કાંતિવાળા, જગડૂના ગુણોના
સમૂહની કોણ પ્રશંસા ન કરે ? ૧૨.જેના અત્યંત પવિત્ર ગુણો ગાવા માટે બૃહસ્પતિની બુદ્ધિમાં
પણ સામર્થ્ય નથી, તે પરોપકારી અને બુદ્ધિમાનું જગડૂના ચરિતનો ગ્રંથ કરવાને ઉત્કંઠા રાખનાર હું, (સર્વાનંદસૂરિ) આ
સમયે કોનું હાસ્યપાત્ર નહીં થાઉં? ૧૩.વિદ્યારૂપી મહાસમુદ્રની વૃદ્ધિ કરવામાં ચંદ્રકળાસમાન
હે સરસ્વતી માતા ! મારા મુખમાં નિરંતર નિવાસ કરો, નહીં તો જગડૂચરિતની કીર્તિ વિષે મને મંદ આદરવાળો જોઈને
તમને જ લજ્જા આવશે. ૧૪ પુણ્ય યશવાળા મારા ગુરુની શુદ્ધવાણી તથા ચરણકમળના
યુગલનું સ્મરણ કરીને, અદ્ભુત ભાવે કરી શોભતું જગડૂનું ઉત્તમ ચરિત હર્ષથી પ્રસિદ્ધ કરું છું, તે આનંદી પુણ્યાત્માઓએ
સાંભળવું. ૧૫.આ લોકમાં શ્રીમાળવંશ મેરુપર્વતની જેમ ઉચ્ચ છે. જેમ
મેરુપર્વત કલ્યાણ કરનારો છે, તેમ જગડૂનો વંશ કલ્યાણ કરનારો છે, જેમ મેરુ સર્વ પર્વતોને માન્ય છે, તેમજ તે સર્વ રાજાઓને માન્ય છે, જેમ મેરુ સૂર્ય (મિત્ર) અને ચંદ્રમાં (દ્વિજાધિપતિ)ના નિવાસથી વિશેષ પ્રકાશે છે, તેમ તે, મિત્ર તથા દ્વિજો (જનોઈધારી)માં શ્રેષ્ઠ બ્રાહ્મણોના નિવાસથી વિશેષ પ્રકાશે છે, જેમ મેરુને પ્રતિદિન અનેક દેવતાઓ સેવે છે (વાસ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org