Book Title: Hu Kon Chhu Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ હું કોણ છું ? ત્યાં ‘હું' નો આરોપ કર્યો, એનું નામ અહંકાર. હું કોણ છું ? જો તમે આત્મા હો તો ચંદુલાલની વાત તમે લો નહીં. પ્રશ્નકર્તા : ખરેખર તો ‘હું આત્મા જ છું ને ? દાદાશ્રી : હજુ તમે આત્મા થયા નથી ને ! ચંદુલાલ જ છોને ! હું ચંદુલાલ છું” એ આરોપિત ભાવ છે. તમને ‘હું ચંદુલાલ જ છું” એવી બિલિફ બેસી ગઈ છે, એ રોંગ બિલિફ છે. (૨) બિલિફો, રોંગ રાઈટ ! પ્રશ્નકર્તા: “હું ચંદુલાલ છું” કહે, એમાં અહંકાર ક્યાં ? “હું આમ છું, હું તેમ છું’ એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ? - દાદાશ્રી : સહજ ભાવે બોલે તો ય અહંકાર કંઈ જતો રહે છે ? મારું નામ ચંદુલાલ છે” એ સહજ ભાવે બોલે તો ય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને ! ‘તમે ચંદુલાલ છો’ એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે ‘હું ચંદુલાલ છું એ બોલવામાં વાંધો નથી, પણ ‘હું ચંદુલાલ છું’ એ બિલિફ ના બેસવી જોઈએ. કેટલી બધી રોંગ બિલિફ ! હું ચંદુલાલ છું’ એ માન્યતા, એ બિલિફ તો તમારી રાતે ઊંઘમાં ય જતી નથી ને ! પાછાં લોકો પૈણાવે આપણને અને પછી કહેશે. ‘તું તો આ બાઈનો ધણી થઉં... એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી ‘હું આનો ધણી થાઉં, ધણી થાઉં” કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો ? ડાયવૉર્સ થાય તે પછી બીજે દહાડે તેનો ધણી ખરો ? એટલે આ બધી રોંગ બિલિફો બેસી ગઈ છે. એટલે “હું ચંદુલાલ છું એ રોંગ બિલિફ છે. પછી આ બાઈનો ધણી છું’ એ બીજી રોંગ બિલિફ. “વૈષ્ણવ છું’ એ ત્રીજી રોંગ બિલિફ. ‘હું વકીલ છું” એ ચોથી રોંગ બિલિફ. ‘હું આ છોકરાનો ફાધર થાઉં” એ પાંચમી રોંગ બિલિફ. ‘આનો મામો થાઉં એ છઠ્ઠી રોંગ બિલિફ. ‘હું ગોરો છું’ એ સાતમી રોંગ બિલિફ. ‘હું પિસ્તાલીસ વર્ષનો છું’ એ આઠમી રોંગ બિલિફ. ‘હું આની ભાગીદાર છું” એ ય રોંગ બિલિફ. ‘હું ઈન્કમટેક્ષ ભરનારો છું” એમ તમે કહો તે ય રોંગ બિલિફ. આવી કેટલી રોંગ બિલિફ બેઠી હશે ? હું'તું સ્થાનફેર ! આ “હું ચંદુલાલ છું” એ અહંકાર છે. કારણ કે જ્યાં ‘હું નથી, પ્રશ્નકર્તા : હા, નહીં તો હું પદ આવી ગયું. દાદાશ્રી : “હું” “હું'ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. ‘હું મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી ‘હું ઊડી જાય અને મૂળ જગ્યાએ બેસી જાય તો અહંકાર ગયો. એટલે “હું” કાઢવાનું નથી, ‘હું એને એક્ઝક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે. “પોતે' પોતાથી જ અજાણ્યો ?! આ તો અનંત અવતારથી પોતે પોતાથી ગુપ્ત રહેવાનો પ્રયત્ન છે. પોતે પોતાથી ગુપ્ત રહે અને પારકું જાણે બધું, એ અજાયબી જ છે ને ! પોતે પોતાથી ગુપ્ત કેટલો વખત રહેશો ? ક્યાં સુધી રહેશો ? ‘પોતે કોણ છે” એ જાણવા માટે જ આ અવતાર છે. મનુષ્યનો અવતાર એટલા માટે જ છે કે પોતે કોણ છે એ તપાસ કરી લેવી. નહીં તો ત્યાં સુધી ભટકશો. ‘હું કોણ છું એ જાણવું પડશે ને ? તમે પોતે કોણ છો” એ જાણવું પડશે કે નહીં જાણવું પડે ?Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29