Book Title: Hu Kon Chhu Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ હું કોણ છું ? (૧) “હું કોણ છું ? જુદા, કામ અને “પોતે' ! દાદાશ્રી : શું નામ આપનું ? પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ. દાદાશ્રી : ખરેખર તમે ચંદુલાલ છો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો તમારું નામ નહીં ? તમે ‘પોતે’ ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ ? પ્રશ્નકર્તા : એ તો નામ છે. દાદાશ્રી : હા. તો ‘તમે” કોણ ? જો ‘ચંદુલાલ’ તમારું નામ હોય તો તમે કોણ છો ? તમારું નામ અને તમે જુદા નહીં ? તમે નામથી જુદા છો, તો તમે કોણ ? આ વાત આપને સમજાય છે ને, કે હું શું કહેવા માગું છું એ ? “આ મારા ચશ્મા’ કહીએ તો ચશ્માને આપણે જુદા ને ? એમ તમે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું ? હું કોણ છું ? જેમ દુકાનને નામ આપીએ કે “જનરલ ટ્રેડર્સ', એ કંઈ ગુનો નથી. પણ એના શેઠને આપણે કહીએ કે “એય જનરલ ટ્રેડર્સ, અહીં આવ.” તો શેઠ શું કહે કે, ‘મારું નામ તો જયંતિલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે. એટલે દુકાનનું નામ જુદું અને શેઠ મહીં જુદા, માલ જુદો, બધું જુદું હોય ને ? તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : પણ આમાં તો ‘ના, હું જ ચંદુલાલ છું” કહેશે. એટલે દુકાનનું બોર્ડ ય હું ને શેઠે ય હું ?! તમે ચંદુલાલ છો, એ તો ઓળખવાનું સાધન છે. અસરો ? તો આત્મસ્વરૂપે નથી ! હા, તદન તમે ચંદુલાલ નથી એવું નથી. તમે છો ચંદુલાલ, પણ બાય રિલેટીવ વ્યુ પોઈન્ટથી યુ આર ચંદુલાલ ઈઝ કરેક્ટ. પ્રશ્નકર્તા : હું તો આત્મા છું, પણ નામ ચંદુલાલ છે. દાદાશ્રી : હા, પણ અત્યારે ‘ચંદુલાલ’ને કોઈ ગાળ દે તો ‘તમને” અસર થાય છે ખરી ? પ્રશ્નકર્તા ઃ અસર તો થાય. દાદાશ્રી : તો ‘તમે’ ‘ચંદુલાલ’ છો, ‘આત્મા’ નથી. આત્મા હો તો તમને અસર ના થાય અને અસર થાય છે માટે તમે ચંદુલાલ જ છો. ચંદુલાલના નામની ગાળો ભાંડે તો તમે એને પકડી લો છો. ચંદુલાલના નામનું કોઈ અવળું બોલતું હોય તો ભતે કાન દઈને સાંભળો. આપણે કહીએ કે, ‘ભઈ, ભીંત તમને શું કહી રહી છે ?” ત્યારે કહે, “ના, ભીંત નહીં, અંદર મારી વાત ચાલી રહી છે તે સાંભળી રહ્યો છું.” હવે કોની વાત ચાલે છે ? ત્યારે કહે, ‘ચંદુલાલની’. અરે, પણ તમે ચંદુલાલ ન્હોય.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29