Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ હું કોણ છું? મુક્તિ એમ કરીએ છીએ. દાદાશ્રી : હા, એ ખરું છે. પણ એ છેલ્લી મુક્તિ છે, એ સેકન્ડરી સ્ટેજ છે. પણ પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાં ય દુઃખ અડે નહીં, ઉપાધિમાં ય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ. મારો મોક્ષ થઈ જ ગયેલો છે ને ! સંસારમાં રહે છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે. જીવતાં જ મુકિત ! પ્રશ્નકર્તા: હવે એ મુક્તિ કે મોક્ષ છે, તે જીવન મુક્તિ છે કે મર્યા પછીની મુક્તિ ? દાદાશ્રી : મર્યા પછીની મુક્તિ શું કામની ? મર્યા પછી મુક્તિ મળશે એવું કહીને લોકો ફસાવે છે. અલ્યા, મને અહીં કંઈક દેખાડને ! સ્વાદ તો દેખાડ કંઈક, કંઈક પુરાવો તો દેખાડ. ત્યાં મોક્ષ થશે, એનું શું ઠેકાણું ? એવો ઉધારિયો મોક્ષ આપણે શું કરવાનો ? ઉધારિયામાં ભલીવાર આવે નહીં. એટલું બધું કૅશ સારું. આપણને અહીં જીવતાં જ મુક્તિ થવી જોઈએ, જેમ જનક રાજાની મુક્તિ તમે સાંભળેલી કે નહીં ? પ્રશ્નકર્તા : સાંભળેલી. હું કોણ છું ? પણ આ વાઈફ સાથે રહીને આત્મજ્ઞાન મળે એવું છે. એકલું સંસારમાં રહેવાનું નહીં, પણ છોકરા-છોકરીઓ પરણાવીને, બધું કામ કરીને આત્મજ્ઞાન થઈ શકે છે. હું સંસારમાં રહીને જ તમને એ કરી આપું છું. સંસારમાં એટલે, સિનેમા જોવા જજો એમ બધી તમને છૂટ આપું. છોકરાં પૈણાવજો, છોડી પૈણાવજો અને સારાં કપડાં પહેરીને પૈણાવજો. પછી એથી વધારે બીજી ગેરેન્ટી જોઈએ છે કશી ? પ્રશ્નકર્તા : એવી બધી છૂટ હોય તો તો જરૂર રહી શકાય. દાદાશ્રી : બધી છૂટ ! આ અપવાદ માર્ગ છે. તમારે કંઈ મહેનત કરવાની નહીં. તમને આત્મા ય તમારા હાથમાં આપી દઈશું, તે પછી આત્માની રમણતામાં રહો અને લિફટમાં બેસી રહો. બીજું તમારે કશું ય કરવાનું નહીં. પછી તમને કર્મ જ બંધાય નહીં. એક જ અવતારના કર્મ બંધાશે, તે પણ મારી આજ્ઞા પાળવા પૂરતાં જ. અમારી આજ્ઞામાં રહેવાનું એટલા માટે જ કે લિફટમાં બેસતી વખતે જો કદી આઘોપાછો હાથ કરે તો મુશ્કેલીમાં મૂકાઈ જાય ને ! પ્રશ્નકર્તા : એટલે આવતો ભવ આવવાનો ખરો ? દાદાશ્રી : ગયો ભવ હતો ને હજુ આવતો ભય છે. પણ આ જ્ઞાન એવું છે કે હજુ એક-બે અવતાર બાકી રહે છે. પહેલી અજ્ઞાનથી મુક્તિ થઈ જાય છે. પછી એક-બે અવતારમાં છેલ્લી મુક્તિ મળી જાય. એક અવતાર બાકી રહે એવો આ કાળ છે. તો એક દહાડો તમે મારી પાસે આવજો. અમે એક દિવસ નક્કી કરીએ ત્યારે આવવાનું. તે દિવસ બધાનું દોરડું પાછળથી કાપી નાખીએ છીએ. રોજ રોજ નહીં કાપવાનું. રોજ રોજ તો પાછું બ્લડ લેવા જવું પડે. રોજ તો વાતો બધી સત્સંગની. પણ એક દહાડો નક્કી કરીએ તે દિવસે બ્લેડથી આમ આંટો જ કાપી આપીએ. બીજું કંઈ નહીં. પછી તરત જ તમે સમજી જાવ કે આ બધું ય ખુલ્લું થઈ ગયું. છાતી ખુલી, (૮) અક્રમ માર્ગ શું છે ? અક્રમ જ્ઞાતથી અનોખી સિદ્ધિ ! પ્રશ્નકર્તા : પણ આ સંસારમાં રહી આત્મજ્ઞાન આમ મળી જાય ? દાદાશ્રી : હા, એવો રસ્તો છે. સંસારમાં રહીને એટલું જ નહીં,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29