Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ હું કોણ છું? કારણ કે હું કોણ છું તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. ‘પોતે કોણ છે' એ ના જાણવું જોઈએ ? આટલું બધું ફર્યા તો ય ના જાણ્યું તમે ? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો ? મોક્ષનું ય થોડુઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? પ્રશ્નકર્તા: કરવું જોઈએ. દાદાશ્રી : એટલે સ્વતંત્ર થવાની જરૂર છે ને ? આમ પરવશ ક્યાં સુધી રહેવું ? પ્રશ્નકર્તા : સ્વતંત્ર થવાની જરૂર નથી, પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર છે એવું હું માનું છું. દાદાશ્રી : હા, એ સમજની જ જરૂર છે. એ સમજ આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું. ભલે સ્વતંત્ર ના થવાય, સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. તો પણ સમજની જરૂર ખરી ને ? પહેલાં સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઈ ગયું. સ્વભાવમાં આવવા મહેનત નથી ! તે મોક્ષ એટલે પોતાના સ્વભાવ આવવું તે. અને સંસાર એટલે પોતાના વિશેષ ભાવમાં જવું છે. એટલે કયું સહેલું ? સ્વભાવમાં રહેવું તે. એટલે મોક્ષ અઘરો ના હોય. હંમેશાં ય સંસાર અઘરો હોય છે. એટલે મોક્ષ તો ખીચડી કરતાં ય સહેલો છે. આ ખીચડી બનાવવા માટે તો લાકડાં ખોળવાં પડે, દાળ-ચોખા ખોળવાં પડે, તપેલી ખોળવી પડે. પાણી ખોળું પડે. ત્યારે પછી ખીચડી થાય. જ્યારે મોક્ષ તો ખીચડી કરતાંય સહેલો છે. પણ મોક્ષદાતા જ્ઞાની મળવા જોઈએ. નહીં તો મોક્ષ ક્યારેય થાય નહીં. કરોડ અવતાર જાય તો ય એ થાય નહીં. બધાં અનંતા અવતાર થયેલા જ છે ને ? મહેનતથી મોક્ષ મળે તા ! આ અમે કહીએ છીએ ને, કે અમારી પાસે આવીને મોક્ષ લઈ હું કોણ છું? જાવ ! ત્યારે લોક મનમાં વિચારે છે કે “એવો આપેલો મોક્ષ શું કામનો, આપણે મહેનત કર્યા વગરનો ?!” ‘ત્યારે ભઈ, મહેનત કરીને લાવજો. જુઓ, એમની સમજણ કેવી સરસ (!) છે ?! બાકી, મહેનતથી કશું જ ન મળે. મહેનતથી કોઈ દહાડો કોઈને મોક્ષ મળ્યો નથી. પ્રશ્નકર્તા : મોક્ષ આપી કે લઈ શકાય ખરો ? દાદાશ્રી : એ આપવાનો-લેવાનો હોતો જ નથી. આ તો નૈમિત્તિક છે. તમે મને ભેગા થયા તે નિમિત્ત થયું. નિમિત્તની જરૂર ખરી. બાકી, કોઈ આપનારો ય નથી ને કોઈ લેનારો પણ નથી. આપનાર કોને કહેવાય ? પોતાની ઘરની વસ્તુ આપે, તેને આપનારા કહેવાય. આ તો તમારા ઘરમાં જ મોક્ષ છે, તે અમારે દેખાડી દેવાનો હોય, રિયલાઈઝ કરી આપવાનું હોય. એટલે આપવા-લેવાનું હોતું જ નથી, ખાલી નિમિત્ત છે. મોક્ષ એટલે સનાતન સુખ ! પ્રશ્નકર્તા : મોક્ષ મેળવીને કરવાનું શું ? દાદાશ્રી : તે મને કેટલાંક લોકો મળે છે ત્યારે કહે છે, “મારે મોક્ષ જોઈતો નથી.” પછી હું કહ્યું કે, “ભાઈ, મોક્ષની જરૂર નથી. પણ તમને સુખ જોઈએ છે કે નહીં ? કે દુઃખ ગમે છે ?” ત્યારે એ કહે, “ના. સુખ તો જોઈએ છે.” મેં કહ્યું, ‘સુખ થોડુંઘણું ઓછું હોય તો ચાલશે ?” ત્યારે એ કહે, “ના, સુખ તો પૂરેપૂરું જોઈએ.” ત્યારે મેં કહ્યું, ‘તો આપણે સુખની જ વાત કરો ને ! મોક્ષની વાત જવા દો. મોક્ષ એટલે શું વસ્તુ છે એ લોક સમજતું જ નથી. શબ્દથી બોલે એટલું જ છે. લોક એમ જાણે છે કે મોક્ષ નામનું કોઈ સ્થળ છે અને ત્યાં આગળ જઈને મોક્ષની આપણને મજા આવે છે ! પણ એવું નથી એ બધું. મોક્ષ, બે સ્ટેજે ! પ્રશ્નકર્તા : મોક્ષનો અર્થ સાધારણ રીતે આપણે જન્મ-મરણમાંથી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29