Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ હું કોણ છું ? ૩૯ પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સમકિતમાં પ્રજ્ઞાની શરૂઆત કેવી રીતે થાય ? બીજના ચંદ્રમા જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફુલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જ એ ચેતવે છે. ત્યારે ભરતરાજાને તો ચેતવનારા રાખવા પડેલા, નોકર રાખવા પડેલા. તે પંદર પંદર મિનીટે બોલે કે ‘ભરતરાજા, ચેત ચેત ચેત.' ત્રણ વખત બોલે. જો તમારે તો મહીંથી જ પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે, કે ‘એ ય આમ નહીં.’ આખો દહાડો ચેતવ ચેતવ જ કરે. અને એ જ આત્માનો અનુભવ! નિરંતર આખો દહાડો એ આત્માનો અનુભવ. અનુભવ મહીં હોય જ ! જે રાતે જ્ઞાન આપીએ છીએ તે રાતનો જે અનુભવ છે એ જતો નથી. શી રીતે ખસે પછી ?! અમે જે દહાડે જ્ઞાન આપ્યું હતુંને, તે રાતનો જે અનુભવ હતો તે જ કાયમને માટે છે. પણ પછી આ તમારા કર્મો ફરી વળે છે, પૂર્વકર્મો, જે ભોગવટો બાકી રહ્યો છે એ માગતાવાળા ફરી વળે, તેમાં હું શું કરું ? પ્રશ્નકર્તા : દાદા, પણ હવે એવો ભોગવટો લાગતો નથી. દાદાશ્રી : ના. એ નથી લાગતો એ જુદી વાત છે. પણ માગતાવાળા વધારે હોય તેને વધારે ફરી વળે. પાંચ માગતાવાળાને પાંચ, બે વાળાને બે, અને વીસવાળાને વીસ. મેં તો તમને શુદ્ધાત્મા પદમાં મૂકી દીધા, પણ પછી માગતાવાળા બીજે દહાડે આવે એટલે સફોકેશન જરા થાય. હવે રહ્યું શું બાકી ? પેલું ક્રમિક વિજ્ઞાન છે અને આ અક્રમ વિજ્ઞાન છે. આ જ્ઞાન તો વીતરાગોનું જ છે. જ્ઞાનમાં ફેર નથી. અમે જ્ઞાન આપીએ પછી તમને આત્મ અનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે ? જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને અમારી આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ હું કોણ છું ? ४० સંસાર સ્પર્શે નહીં, એવું આ અક્રમ વિજ્ઞાન છે. બાકી જો એકાવતારી થવું હોય તો અમારા કહ્યા પ્રમાણે આજ્ઞામાં ચાલોને. તો એક અવતારી આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે તો ય પણ અહીંથી સીધા મોક્ષે જવાય એવું નથી. મોક્ષમાર્ગમાં, આજ્ઞા એ જ ધર્મ..... જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે. મોક્ષમાર્ગમાં તપ-ત્યાગ કશું કરવાનું હોય નહીં. માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ અને એ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે, જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. ‘જ્ઞાતી' પાસે પડી રહેવું ! જ્ઞાની ઉપર કોઈ દહાડો પ્રેમભાવ આવ્યો નથી. અને જ્ઞાની ઉપર પ્રેમભાવ આવ્યો ને, ત્યાંથી જ બધો ઉકેલ આવી જાય. દરેક અવતા૨માં બૈરી છોકરા સિવાય બીજું કશું હોય જ નહીં ને ! ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સમતિ થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો. પ્રશ્નકર્તા ઃ ક્યા અર્થમાં પાછળ પડવાનું ? દાદાશ્રી : ક્યા અર્થમાં એટલે, આ જ્ઞાન મળ્યા પછી બીજું આરાધન ના હોય. પણ એ તો અમે જાણીએ કે આ અક્રમ છે. આ લોકો પાર વગરની ફાઈલો લઈને આવેલા છે એટલે તમને ફાઈલોને માટે છૂટા કર્યાં છે. પણ તેનો અર્થ એવો નહીં કે કામ થઈ ગયું. આજકાલ ફાઈલો પુષ્કળ છે તો તમને મારે ત્યાં રાખું તો તમારી ફાઈલો બોલાવવા આવે. એટલે છૂટ આપી કે ઘરે જઈને ફાઈલોનો સમભાવે નિકાલ કરો. નહીં

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29