Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ હું કોણ છું? આજ્ઞા છોડાવનારી છે. સમાધિ વર્તાવે એવી આજ્ઞાઓ ! પ્રશ્નકર્તા : આપણી જે પાંચ આજ્ઞા છે, એનાથી પર એવું કંઈ ખરું ? હું કોણ છું? તો પછી જ્ઞાનીની પાસે જ પડી રહેવું જોઈએ. બાકી, આપણાથી હવે પૂરેપૂરો લાભ નથી લેવાતો, એ તો નિરંતર રાત-દહાડો ખેંચ્યા કરવું જોઈએ. ભલે ફાઈલો છે અને એ તો જ્ઞાની પુરુષે કહ્યું છે ને, આજ્ઞા કરી છે ને કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો, તે આજ્ઞા એ જ ધર્મ છે ને ? એ તો આપણો ધર્મ છે. પણ આ ખેંચ્યા કરવું તો જોઈએ, કે આવી ફાઈલો ઘટે કે જેથી કરીને હું લાભ ઊઠાવી લઉં. એને તો સામું આવે મહાવિદેહ ક્ષેત્ર ! જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય, તે અહીં આગળ ભરતક્ષેત્રે રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે ! અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું, તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરના દર્શન કરી મોક્ષે ચાલ્યા જાય, એવો સહેલો સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આશા એ તપ ! સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે, પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યાર હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ. દાદાશ્રી : પાંચ આજ્ઞાની એક વાડ છે તમને, તે આ તમારો માલ મહીં ચોરી ના ખાય કોઈ, એ વાડ તમે રાખી મેલો તો મહીં એક્કેક્ટ અમે આપ્યું એનું એ જ રહેશે અને વાડ ઢીલી થઈ, તે કોઈ પસી જઈને બગાડશે. તે પાછું મારે રીપેર કરવા આવવું પડે. એટલે આ પાંચ આજ્ઞામાં રહે ત્યાં સુધી નિરંતર સમાધિની અમે ગેરન્ટી આપીએ છીએ. હું પાંચ વાક્ય તમને પ્રોટેક્શન માટે આપું છું. આ જ્ઞાન તો મેં તમને આપ્યું અને ભેદજ્ઞાન જુદું ય પાડ્યું. પણ હવે એ જુદું થયેલું રહે પાછું, એટલે પ્રોટેક્શન આપું છું કે જેથી કરીને આ કાળ જે કળિયુગ છે ને, તે કળિયુગના લૂંટી ના લે બધા. બોબીજ ઊગે તો પાણી ને બધું છાંટવું પડે ને ? વાડોળિયું મૂકવું પડે કે ના મૂકવું પડે ? દ્રઢ નિશ્ચય જ પળાવે આજ્ઞા ! દાદાની આજ્ઞા પાળવી છે એ જ મોટામાં મોટી વસ્તુ છે. અમારી આજ્ઞા પાળવાનું નક્કી કરવું જોઈએ. તમારે આજ્ઞા પળાય છે કે નહીં તે જોવાનું નથી. આજ્ઞા જેટલી પળાય એટલી સાચી, પણ આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે. પ્રશ્નકર્તા : ઓછી વસ્તી પળાય એનો વાંધો નથી ને ? દાદાશ્રી : વાંધો નહીં એવું નહીં. આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી જ છે ! સવારથી જ નક્કી કરવું કે “પાંચ આજ્ઞામાં જ રહેવું છે, પાળવી છે.’ નક્કી થયું ત્યારથી અમારી આજ્ઞામાં આવી ગયો, મારે એટલું જ જોઈએ છે. પળાતી નથી એનાં કોઝિઝ હું જાણું છું. આપણે (૧૪) પાંચ આજ્ઞાની મહત્તા ! ‘જ્ઞાત' પછી કઈ સાધતા ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી હવે કઈ જાતની સાધના કરવી ? દાદાશ્રી : સાધના તો, આ પાંચ આજ્ઞા પાળે છે ને, એ જ ! હવે બીજી કોઈ સાધના ના હોય. બીજી સાધના બંધનકારક છે. આ પાંચ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29