Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ હું કોણ છું ? પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ? હું કોણ છું? બુદ્ધિનો છાંટો ના હોય એવા કેટલાં હોય ? કો'ક ફેરો કો’ક જન્મ હોય એ, અને ત્યારે લોકોનું ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય. જ્ઞાની પુરુષ અહંકાર સિવાયના હોય, સહેજે ય અહંકાર ના હોય. હવે અહંકાર રહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં. એકલાં જ્ઞાની પુરુષ જ અહંકાર રહિત હોય. જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે. બાકી, સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. એટલે આપણે અહીં તો શાસ્ત્રના જ્ઞાનીઓ ઘણાં બધા છે, પણ આત્માના જ્ઞાનીઓ નથી. જે આત્માના જ્ઞાની હોય ને, તે તો પરમ સુખી હોય અને દુ:ખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જયાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય, તે આપણું કલ્યાણ કરે. પોતે તર્યા, તે આપણને તારે. નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય, તે ક્યારેય તારે નહીં. દાદાશ્રી : મને તો ભગવાન થવું, એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુતમ પુરુષ છું. આ વર્લ્ડમાં ય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે ! પ્રશ્નકર્તા : ભગવાન થવું ના હોય તો પછી આ ચાર ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો ? દાદાશ્રી : એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું ? ભગવાન તો ભગવત્ ગુણો ધરાવતો હોય, એ બધાય ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને, લોક એને ભગવાન કહે જ. અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ ! પ્રશ્નકર્તા: ‘દાદા ભગવાન' શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ? દાદાશ્રી : ‘દાદા ભગવાન' માટે ! મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું. પ્રશ્નકર્તા : કયા ભગવાન ? (૧૦) શ્રી દાદા ભગવાત કોણ ? હું' તે “દાદા ભગવાન' તહિ એક રે ! પ્રશ્નકર્તા તો આપ ભગવાન કેવી રીતે કહેવડાવો છો ? દાદાશ્રી : “” પોતે ભગવાન નથી. ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને ‘દાદા ભગવાન' ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે માટે ચાર ડીગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : એ શા માટે ? દાદાશ્રી : કારણ કે મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશે ને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ? દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યકત થયેલા છે. તે વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તો ય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તો તે ય દૂર થઈ જાય. પણ એમાં લોભ નહીં કરવાનો અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી, દાદા ભગવાન શું છે એ ?

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29