Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ ૨૭ ૨૮ હું કોણ છું ? “મતે' મળ્યો તે અધિકારી ! પ્રશ્નકર્તા : આ માર્ગ આવો સહેલો છે, તો પછી કોઈ અધિકાર જેવું જોવાનું જ નહીં ? ગમે તેને માટે એ શક્ય ? દાદાશ્રી : લોકો મને પૂછે કે, “અધિકારી ખરો ?” ત્યારે મેં કહ્યું, મને મળ્યો માટે તું અધિકારી.’ આ મળવું એ સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આની પાછળ. એટલે અમને જે કોઈ માણસ ભેગો થાય, એને અધિકારી માનવામાં આવે છે. ના ભેગો થયો એ અધિકારી નહીં. એ ભેગો શા આધારે થાય છે? એ અધિકારી છે તેના આધારે મને ભેગો થાય છે. મને ભેગો થાય છતાં એને પ્રાપ્તિ ના થાય, તો પછી એને અંતરાયકર્મ નડે છે. હું કોણ છું? માની જાય. અહીં ખેંચાઈ આવે. અક્રમ માર્ગ વિશ્વભરમાં ! આ તો સંયોગ બહુ ઊંચી જાતનો કે આવું કોઈ જગ્યાએ બન્યું નહીં. એક જ માણસ ‘દાદા’ એકલા જ કામ કરી શકયા. બીજું કોઈ કરી શકે નહીં. પ્રશ્નકર્તા: એ પછી દાદાની કૃપા ને ? દાદાશ્રી : એ તો ચાલ્યા કરશે. મારી ઇચ્છા છે કે જે પણ કોઈ તૈયાર થઈ જાય ને, પાછળ માર્ગ ચલાવનાર જોઈએ ને ? પ્રશ્નકર્તા : જોઈએ ને ! દાદાશ્રી : પણ મારી ઈચ્છા પૂરી થઈ જશે. પ્રશ્નકર્તા: “અક્રમ વિજ્ઞાન” જો ચાલુ રહેશે, તો એ નિમિત્તથી ચાલુ રહેશે ! ક્રમમાં કરવાનું તે અક્રમમાં.. એક ભાઈએ એક ફેર પ્રશ્ન પૂછયો કે ક્રમ ને અક્રમમાં ફેર શો ? ત્યારે મેં કહ્યું કે, ક્રમ એટલે બધાં કહે કે આ અવળું છોડો ને સવળું કરો. બધાં એ જ કે કેકર્યા કરે, એનું નામ ક્રમિક માર્ગ. ક્રમ એટલે બધાં છોડવાનું કહે, આ કપટ-લોભ છોડો ને સારું કરો. એ જ તમે જોયું ને અત્યાર સુધી ?! અને આ અક્રમ એટલે કરવાનું નહીં. કરોમિ-કરોસિકરોતિ નહીં ! ગજવું કાપે, તો અક્રમમાં કહેશે, ‘એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી” અને ક્રમમાં તો એમ કહે કે, “એણે કાપ્યું અને મારું કપાયું?” અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. લોટરીમાં ઈનામ મળે, એમાં એણે કંઈ મહેનત કરી હતી ? રૂપિયો એણે ય આપ્યો હતો ને બીજા લોકોએ ય રૂપિયો આપ્યો હતો, પણ એનું ચાલી ગયું. એવું આ અક્રમ વિજ્ઞાન તરત જ મોક્ષ આપી દે છે, રોકડો જ ! અક્રમથી આમૂલ પરિવર્તત ! અક્રમ વિજ્ઞાન તો બહુ મોટી અજાયબી કહેવાય. આ જ્ઞાન લીધા પછી માણસ બીજે દહાડે ફેરફાર થઈ જાય. આ સાંભળતા જ લોકો દાદાશ્રી : ‘અક્રમ વિજ્ઞાન' જ ચાલવાનું. અક્રમ વિજ્ઞાન તો, હજુ તો વર્ષ-બે વર્ષ જો આવું ને આવું ચાલ્યું તો ઠેઠ દુનિયામાં બધી વાતો જ આની ચાલશે અને પહોંચી જશે ઠેઠ. કારણ કે જૂઠી વાત મોંભારે ચઢીને બોલે છે. તેમ સાચી વાત મોંભારે ચઢીને બોલે. સાચી વાતનો મોડો અમલ થાય તે જૂઠી વાતનો તો અમલ વહેલો થાય. અક્રમ થકી સ્ત્રીતો પણ મોક્ષ ! ત્યારે લોકો કહે મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીઓનો મોક્ષ નહીં. એ હું એમને કહું છું કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કેમ ન થાય ? ત્યારે કહે, એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષને આવડી નાની ગાંઠ હોય તો એમની આવડી મોટી સુરણ જેવડી હોય.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29