Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ ૨૫ હું કોણ છું? એ અનુભવ થયો કે તે તરત જ કહે, છૂટો થયો. એટલે મુક્ત થયો છું એવું ભાન થવું જોઈએ. મુક્ત થવું એ ગમ્યું વાત નથી. એટલે તમને મુક્ત કરી આપીએ. આ ‘જ્ઞાન' આપીએ છીએ તે દહાડે શું થાય છે? જ્ઞાનાગ્નિથી એનાં જે કર્મો છે તે ભસ્મીભૂત થઈ જાય છે. બે પ્રકારનાં કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને એક પ્રકારનાં કર્મો રહે છે. જે કર્મો વરાળરૂપે છે એનો નાશ થઈ જાય છે. અને જે કર્મો પાણીરૂપે છે, એનો પણ નાશ થઈ જાય છે અને જે કર્મો બરફરૂપે છે, તેનો નાશ નથી થતો. બરફરૂપે છે એ કર્મો ભોગવવાં જ પડે છે. કારણ કે જામી ગયેલાં છે, કર્મ ફળ આપવાને માટે તૈયાર થઈ ગયું છે, એ છોડે નહીં પછી. પણ પાણીરૂપે અને વરાળરૂપે કર્મો હોય, એને જ્ઞાનાગ્નિ ઉડાડી મૂકે. એટલે જ્ઞાન મળતાં જ એકદમ હલકાં થઈ જાય છે. લોકો, એમને જાગૃતિ એકદમ વધી જાય છે. કારણ કે કર્મો ભસ્મીભૂત થાય નહીં ત્યાં સુધી જાગૃતિ વધે જ નહીં માણસને ! આ બરફરૂપનાં કર્મો તો આપણે ભોગવવાનાં જ રહ્યાં. અને તે ય પાછાં સરળ રીતે કેમ ભોગવાય, એનાં બધા રસ્તા અમે બતાડ્યા છે કે “ભઈ, આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલજે, ત્રિમંત્ર બોલજે, નવ કલમો બોલજે.' અમે જ્ઞાન આપીએ, એનાથી કર્મ ભસ્મીભૂત થઈ જાય છે અને તે ઘડીએ ઘણાં આવરણો તૂટી જાય છે. ત્યારે ભગવાનની કૃપા થતાંની સાથે જ એ પોતે જાગૃત થઈ જાય છે. એ જાગૃતિ પછી જતી નથી, જાગ્યા પછી એ જતી નથી. નિરંતર જાગૃત રહેવાય. એટલે નિરંતર પ્રતિતિ રહેવાની જ. પ્રતિતિ ક્યારે રહે ? જાગૃતિ છે તો પ્રતિતિ રહે. પહેલી જાગૃતિ, પછી પ્રતિતિ. તે અનુભવ, લક્ષ અને પ્રતિતિ આ ત્રણ રહે, પ્રતિતિ કાયમની રહે. લક્ષ છે તે અમુક ટાઈમ રહે. કંઈક ધંધામાં કે કામમાં પડ્યા કે પાછું લક્ષ ચૂકી જવાય અને કામમાંથી મુક્ત થાય કે પાછું લક્ષમાં આવી જાય. અને અનુભવ તો ક્યારે થાય કે કામમાંથી, બધાથી પરવારી અને એકાંતમાં બેઠાં હોય ત્યારે અનુભવનો સ્વાદ આવે. જો કે અનુભવ તો વધ્યા જ કરે. કારણ કે પહેલાં ચંદુલાલ શું હતા અને આજે ચંદુલાલ શું છે એ સમજાય. ત્યારે હું કોણ છું? એ ફરે શાને લઈને ? આત્મ અનુભવથી. પહેલાં દેહાધ્યાસનો અનુભવ હતો અને આ આત્મ અનુભવ છે. પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ થઈ જાય એટલે શું થાય ? દાદાશ્રી : આત્માનો અનુભવ થઈ ગયો એટલે દેહાધ્યાસ છૂટી ગયો. દેહાધ્યાસ છૂટી ગયો એટલે કર્મ બંધાતાં અટકી ગયાં. એને સંવર રહે. પછી શું જોઈએ વધારે ? આત્મા-અતાત્મા વચ્ચે ભેદરેખા ! આ અક્રમ વિજ્ઞાન છે એટલે આટલું જલદી સમકિત થાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં આજે સમકિત થાય એવું છે જ નહીં. આ અક્રમ વિજ્ઞાન તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે. આત્મા ને અનાત્મા વચ્ચે એટલે તમારી ને પારકી ચીજ એમ બે વહેંચણી કરી આપીએ. આ તમારો ભાગ અને આ ભાગ તમારો નહીં, ને વચ્ચે લાઈન ઑફ ડિમાર્કશન નાખી, બાણહદ મારી આપું ત્યાં. પછી પાડોશીના ખેતરના ભીંડા આપણાથી ખવાય નહીં ને ! માર્ગ : ક્રમ અને અક્રમ ! તીર્થકરોનું જે જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. ક્રમિક એટલે પગથિયે, પગથિયે ચઢવાનું. જેમ જેમ પરિગ્રહ ઓછાં કરતાં કરતાં જાવ ત્યારે તેમ તેમ મોશે પહોંચાડે, તે ય ઘણાં કાળે અને આ અક્રમ વિજ્ઞાન એટલે શું ? પગથિયાં નહીં ચઢવાનાં, લિફટમાં બેસી જવાનું ને બારમે માળે ચઢી જવાનું, એવો આ લિફટમાર્ગ નીળ્યો છે. તે આ લિફટમાર્ગમાં જે બેસી ગયા, તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફટમાં જે બેઠાં એનો ઉકેલ આવી જાય ને ! ઉકેલ તો લાવવો જ પડશેને ? આપણે મોક્ષે જવાના જ છીએ. તે લિફટમાં બેઠાની ખાતરી પાછી થવી જોઈએ કે ના થવી જોઈએ ? એની ખાતરી એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. એટલે પૂર્ણ કામ થઈ ગયું ને ?

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29