Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ હું કોણ છું ? માથું દુઃખતું હોય તો તમે આવેલાં હોય તો ય પાછાં જતા રહો. આપણે આવનાર-જનાર હોય, પછી માથું દુખ્યાનું બહાનું કઢાય નહીં ને ? અલ્યા, ત્યારે માથું આવ્યું હતું કે તમે આવ્યા હતા ? અગર તો તમને રસ્તામાં કોઈ સામો મળે ને કહે, “હેડાં, ચંદુલાલ મારી સાથે’, તો તમે પાછાં જાવ. એટલે સંજોગ પાંસરા મળે, અહીં આવ્યા ત્યાં સુધી કોઈ અટકાવનાર મળે નહીં ત્યારે અવાય. હું કોણ છું? પ્રશ્નકર્તા : પણ એ શોધવું કેવી રીતે ? દાદાશ્રી : એટલે આ અત્યારે તમે અહીં આવ્યા તેમાં તમારું આવવાપણું કશું છે નહીં. એ તો તમે માનો છો, ઈગોઈઝમ કરો છો કે, “હું આવ્યો ને હું ગયો.” આ જે તમે કહો છો, ‘હું આવ્યો અને હું કહું કે કાલે કેમ આવ્યા નહીં ? ત્યારે આમ પગ બતાવો. એટલે શું સમજી જઈએ ? પ્રશ્નકર્તા : પગ દુખતા હતા. દાદાશ્રી : હા, પગ દુખતા હતા. પગનું નામ દો તો ના સમજીએ કે તમે આવનારા કે પગ આવનારા ? પ્રશ્નકર્તા : એટલે હું જ આવ્યો છું કહેવાયને ? દાદાશ્રી : તમે જ આવ્યા છો, નહીં ? આ પગ દુ:ખે એટલે તમે પાછાં આવો ? પ્રશ્નકર્તા મારી પોતાની ઈચ્છા આવવાની હતી એટલે આવ્યો છું. દાદાશ્રી : હા, ઈચ્છા તમારી તેથી આવ્યા. પણ આ પગને બધું પાંસરું હતું તો આવી શક્યા ? પાંસરું ના હોત તો ? પ્રશ્નકર્તા ? તો તો ના અવાય, બરાબર છે. દાદાશ્રી : એટલે તમારા એકલાથી અવાય છે ? જેમ એક માણસ રથમાં બેસીને અહીં આગળ આવ્યો ને કહે હું આવ્યો, હું આવ્યો.” ત્યારે આપણે કહીએ, ‘આ પગે તો તમારે પેરાલીસિસ થયેલું છે, તો શી રીતે આવ્યા તમે ?” ત્યારે એ કહે, ‘રથમાં આવ્યો. પણ હું જ આવ્યો, હું જ આવ્યો.” “અરે, પણ રથ આવ્યો કે તમે આવ્યા ?” ત્યારે એ કહે, ‘રથ આવ્યો.” એટલે હું કહું છું કે “રથ આવ્યો કે બળદિયા આવ્યા ?” એટલે વાત ક્યાંની ક્યાં છે આ તો ! પણ જો ઊંધું માની લીધું છે ને ! આ બધા સંજોગ પાંસરા હોય તો અવાય, નહીં તો ના અવાય. પોતાની સત્તા કેટલી ? તમે કોઈ દહાડોય ખાધું પણ નથી ને ! આ તો બધું ચંદુલાલ ખાય છે ને તમે મનમાં માનો છો કે મેં ખાધું. ખાય છે ચંદુલાલ ને સંડાસ ય ચંદુલાલ જાય. તો વગર કામના આમાં સપડાયા છો. એ સમજાય છે આપને ? પ્રશ્નકર્તા : એ સમજાવો. દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસ સંડાસ જવાની સ્વતંત્ર સત્તાવાળો જભ્યો નથી. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી કોઈને, તો બીજી કઈ સત્તા હશે ? આ તો જ્યાં સુધી પોતાની મરજી મુજબ થોડું ઘણું થાય છે એટલે મનમાં માની લે છે કે મારાથી જ થાય છે બધું. જ્યારે અટકેને, ત્યારે ખબર પડે. મેં ફોરેન રીટર્ન ડૉકટરોને અહીં વડોદરામાં ભેગા કર્યા હતા, દશબાર જણને. મેં કહ્યું, “સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ તમારામાં નથી”, એટલે એ ઊંચાનીચા થવા માંડ્યા. પછી કહ્યું કે એ તો અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે ત્યાં આગળ હેલ્પ લેવી પડે કોઈકની. માટે આ તમારી સ્વતંત્ર શક્તિ જ નથી. આ તો ભ્રાંતિથી તમે કુદરતી શક્તિને પોતાની શક્તિ માની લીધી છે. પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ ભ્રાંતિ. આ વાત થોડીઘણી સમજાઈ આપને ? બે આની કે ચાર આની સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાય છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29