Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ હું કોણ છું ? દાદાશ્રી : તો તો પછી આખા જગતને ચિંતામાં શું કરવા રાખ્યું છે ? ચિંતાની બહારની અવસ્થા જ નથી. પ્રશ્નકર્તા : બધા ચિંતા કરે જ છે ને ? દાદાશ્રી : હા, પણ તેણે આ જગત બનાવ્યું, તો ચિંતાવાળું શું કરવા બનાવ્યું ? એને પકડી મંગાવો, સી.બી.આઈવાળાને મોકલીને ! પણ ભગવાન ગુનેગાર છે જ નહીં ! આ તો લોકોએ એને ગુનેગાર બનાવ્યો. વાસ્તવમાં તો ગોડ ઈઝ નોટ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઑલ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ તો બધી કુદરતી રચના છે. એને ગુજરાતીમાં હું ‘વ્યવસ્થિત શક્તિ’ કહું છું. આ તો બહુ ઝીણી વાત છે. એને મોક્ષ કહેવાય જ નહીં ! નાનો છોકરો હોય તે ય કહે કે, “ભગવાને બનાવ્યું.” મોટા સંત હોય તે ય કહેશે કે, “ભગવાને બનાવ્યું. આ વાત લૌકિક છે, અલૌકિક નથી આ. ભગવાન જો ક્રીયેટર હોયને, તો એ આપણો કાયમને માટે ઉપરી ઠરત અને મોક્ષ જેવી વસ્તુ ના હોત, પણ મોક્ષ છે. ભગવાન ક્રીયેટર નથી. મોક્ષને સમજવાવાળા માણસો ભગવાનને ક્રીયેટર તરીકે માને નહીં. “મોક્ષ અને ‘ભગવાન ક્રીયેટર” એ બે વિરોધાભાસ વાત છે. ક્રીયેટર તો કાયમનો ઉપકારી થયો અને ઉપકારી થયો એટલે ઠેઠ સુધી ઉપરીને ઉપરી જ રહ્યો. તો ભગવાનને કોણે બતાવ્યો ? હવે ભગવાને બનાવ્યું એમ આપણે જો અલૌકિક રીતે કહીએ તો લોજિકવાળા આપણને પૂછે કે, ‘ભગવાનને કોણે બનાવ્યો ?” એટલે પ્રશ્નો ઊભા થાય છે. લોકો મને કહે છે, “અમને લાગે છે ભગવાન જ દુનિયાના કર્તા છે. તમે તો ના કહો છો, પણ તમારી વાત માન્યામાં નથી આવતી.” હું કોણ છું ? ત્યારે હું પુછું કે, જો હું કબૂલ કરું કે ભગવાન કર્તા છે, તો એ ભગવાનને કોણે બનાવ્યો છે ? એ તું મને કહે. અને એ બનાવનારને કોણે બનાવ્યો? કોઈ પણ કર્તા હોય તો તેનો કર્તા હોવો ઘટે એ લોજિક છે. પણ એનો પછી એન્ડ ના આવે એટલે એ ખોટી વાત છે. ત આદિ, ન અંત જગતનો....! એટલે કોઈના બનાવ્યા સિવાય બન્યું છે, કોઈએ બનાવ્યું નથી આ. કોઈએ કર્યું નથી એટલે કોને પૂછીએ આપણે હવે આમાં ? હું ય ખોળતો હતો કે કોણ એવો જોખમદાર છે કે જેણે આ બધી ધાંધલ માંડી ! મેં બધે તપાસ કરી, પણ કોઈ જગ્યાએ મળ્યો નહીં. મેં ફોરેનનાં સાયન્ટિસ્ટોને કહ્યું કે, “ગોડ ક્રિયેટર છે એની તમે સાબિતી આપવા માટે મારી જોડે થોડી વાતચીત કરો. જો એ ક્રિયેટર હોય તો એણે કઈ સાલમાં ક્રિયેટ કર્યું એ કહો.” ત્યારે એ કહે છે, ‘સાલની અમને ખબર નથી.’ મેં પૂછયું, ‘પણ એનું બિગિનિંગ થયું કે ના થયું ?” ત્યારે એ કહે છે, “હા, બિગિનિંગ થઈ ગયું.” ક્રિયેટર કહે એટલે બિગિનિંગ થાય સ્તોને !” જેનું બિગિનિંગ થાય, એનો એન્ડ આવે. આ તો એન્ડ વગરનું જગત છે. બિગિનિંગ થયું નથી પછી એન્ડ ક્યાંથી આવે ? આ તો અનાદિ અનંત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય, તેનો બનાવનાર હોઈ શકે નહીં એવું નથી લાગતું ? ભગવાનનું સાચું સરનામું ! તે આ ફોરેનના સાયટિસ્ટોએ પૂછયું કે, “તો શું ભગવાન નથી ?” ત્યારે મેં કહ્યું, ‘ભગવાન ના હોય તો આ જગતમાં જે લાગણીઓ ને સુખ અને દુઃખ એ બધું જ લાગે છે, એનો કોઈ અનુભવ જ ના થાત. માટે ભગવાન અવશ્ય છે.” એ મને પૂછે છે કે, ‘ભગવાન ક્યાં રહે છે ?” મેં કહ્યું, ‘તમને ક્યાં લાગે છે ?” ત્યારે તે કહે, ‘ઉપર.” કહ્યું, ‘ઉપર ક્યાં રહે છે એ ? એની પોળ નંબર શી ? પોળ જાણો છો તમે ? કાગળ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29