Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના - ડૉ. નીરુબહેન અમીન જીવનમાં જે જે સામે આવ્યું તેનું રિયલાઈઝેશન પૂરેપુરું કર્યા વિના માનવ તેને અપનાવતો નથી. બધું જ રિયલાઈઝેશન કર્યું માત્ર સેલ્ફનું જ રિયલાઈઝેશન નથી કર્યું ! અનંત અવતારથી ‘હું કોણ છું’ની ઓળખાણ જ અટકી છે, તેથી જ તો આ ભટકામણનો અંત નથી આવતો ! એની ઓળખાણ શી રીતે થાય ? એ તો જેને એની ઓળખાણ થઈ ગઈ હોય એ જ વ્યક્તિ અન્યને સહેલાઈથી ઓળખાણ કરાવી શકે ! એવી વિભૂતિ એટલે સ્વયં ‘જ્ઞાની’ જ ! જ્ઞાની પુરુષ કે જેને આ જગતમાં કંઈ જ જાણવાનું કે કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું તે ! એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી આ કાળમાં આપણી વચ્ચે આવીને આપણી જ ભાષામાં આપણને સમજાય એવી સાદી તળપદી ભાષામાં હરકોઈને પાયાનો પ્રશ્ન ‘હું કોણ છું’નો સહજમાં ઉકેલી આપે છે. ? એટલું જ નહીં, પણ આ જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? કર્તા કોણ ? ભગવાન શું છે ? મોક્ષ શું છે ? જ્ઞાની પુરુષ કોને કહેવાય ? સીમંધર સ્વામી કોણ છે ? સંતો, ગુરુઓ ને જ્ઞાની પુરુષમાં શું તફાવત ? જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? જ્ઞાની શું કરી શકે ? તેમાં ય પરમપૂજ્ય દાદાશ્રીનો અક્રમ માર્ગ શું છે ? ક્રમે ક્રમે તો મોક્ષમાર્ગે ચઢતા જ આવ્યા છે, અનંત અવતારથી, પણ ‘લિફટ’ (એલિવેટર) પણ મોક્ષમાર્ગે હોઈ શકેને ? અક્રમ માર્ગથી આ કાળમાં સંસારમાં રહીને પણ મોક્ષ છે અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો એની સંપૂર્ણ સમજ અને દિશાની પ્રાપ્તિ પરમ પૂજ્ય દાદાશ્રીએ કરાવી છે. ‘હું કોણ છું’ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે, સંસાર પુરો કરતાં કરતાં પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય. આધિ-વ્યાધિ ને ઉપાધિમાં ય નિરંતર સ્વસમાધિમાં રહેવાય. એવો હજારો મહાત્માઓને અનુભવ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે ! એ સર્વની પ્રાપ્તિ કરાવવા પ્રસ્તુત સંકલન મુમુક્ષુઓને મોક્ષમાર્ગમાં દીવાદાંડી સમ થઈ રહે તેમ છે ! એ જ અભ્યર્થના. - જય સચ્ચિદાનંદ આત્મજ્ઞાત પ્રાપ્તિતી પ્રત્યક્ષ લીંક ! ‘“હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?’ - દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશિવદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને આત્મરમણતા અનુભવે છે. અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે. ગ્રંથમાં અંકીત થયેલી વાણી મોક્ષાર્થીને ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે. ✡

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29