Book Title: Hriday Pradip Author(s): Chirantanacharya Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ શૈલીથી સમૃદ્ધ એવો આ ગ્રંથ એક ઉત્તમ વૈરાગ્યપ્રધાન અધ્યાત્મશાસ્ત્ર છે. - જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે.” (પત્રાંક-૪૬૬) આ ક્ષતિ સુધારવાના મહત્વ કાર્યમાં સહાયભૂત થનાર આ સાધનાપ્રેરક ગ્રંથને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એનું ભાવપૂર્વક અધ્યયન તથા તંજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા કરવાથી સમ્યગું વૈરાગ્ય, સદ્ગુરુને સંશ્રય અને અનુભૂતિપૂર્ણ દઢ નિશ્ચય સંપ્રાપ્ત થશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષવાણીના સાંતિશય પ્રભાવથી સહુ આત્માર્થી જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધે અને શીધ્રાતિશીઘ પરમપદમાં સ્થિત થાય એ જ ભાવનો.. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” - પર્યુષણ પર્વ, વિનીત વિ.સં. ૨૦૬૧ ટ્રસ્ટીગણ, તા: ૧-૯-૨૦૦૫ શ્રીમદ્ રાજચંદ્ર - આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, મુંબઈ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154