Book Title: Hriday Pradip Author(s): Chirantanacharya Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ પરમકૃપાળુદેવે જ્ઞાનીદશાનો અદ્ભુત મહિમા ગાયો છે અને જો જીવ તે ઉત્કૃષ્ટ દશાની ઓળખાણપૂર્વક વૈરાગ્ય-ઉપશમને અંગીકાર કરે તો તેવી દશાને ત્વરાથી પામે એમ ઠેર ઠેર ઉપદેશ્ય છે. પત્રાંક-પ૬૩માં તેઓશ્રી ફરમાવે છે, “.... વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સપુરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યો કાર્યે લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.” આ શિક્ષાનું અનુસરણ કરવાને અર્થે એવમ્ ઉપરોક્ત મંગળ પરંપરાને અનુલક્ષીને આ વર્ષે હૃદયપ્રદીપષત્રિશિકા' ગ્રંથ પર અધ્યાત્મયાત્રા માટે સુસજ્જ કરતી વૈરાગ્યપ્રેરક સત્સંગમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રંથની પ્રાચીન હસ્તપ્રતોમાંથી તેના રચયિતા વિષે કોઈ માહિતી સાંપડતી નથી. ગ્રંથમાં ક્યાંય રચયિતાના નામનો ઉલ્લેખ મળતો નથી તેમજ કોઈ પણ ગચ્છ કે સંપ્રદાયની છાપથી પણ તે તદ્દન મુક્ત છે. તેથી જ ગ્રંથના વિવિધ સંપાદકો તથા વિવેચકો તેને કોઈ અજ્ઞાત મહાપુરુષની કૃતિ તરીકે વર્ણવે છે; એમ છતાં અમુક આધારભૂત સોત તેના સર્જક તરીકે પંચસૂત્રના રચયિતા આચાર્યશ્રી ચિરંતનજીને યશ આપે છે. ગમે તે હોય, શ્લોકરચનાનું ગાંભીર્ય તથા ઐશ્વર્ય જોતાં ગ્રંથકારની ઉત્કૃષ્ટ સાધના, પ્રજ્ઞા અને દશા પ્રત્યે પ્રણત થયા વિના રહેવાતું નથી. “હૃદયપ્રદીપ' એટલે દિલનો દીવો; “ષત્રિશિકા' ૩૬ શ્લોકનું સૂચન કરે છે. ગાગરમાં સાગર સમી આ નાનકડી કૃતિના ૩૬ શ્લોક અર્થાત્ ૩૬ ભાવદીપક હૃદયગુહામાં યુગોથી ઘેરાયેલા તમને વિચારવામાં અને ભીતરની કેડી પર આગળ ધપવામાં સાધકને સહાય કરવામાં સમર્થ છે. સરળ, સ્પષ્ટ અને ભાવવાહી સંસ્કૃત ભાષા, વિવિધ મનોહર છંદો એવમ્ અલંકારોનો સુંદર ઉપયોગ તથા લક્ષ્યવેધક, ધારદાર અને સચોટPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 154