Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ - ઉપાય તે મૈસુર રાજ્યમાંથી હંમેશને માટે દૂર થયાં. અને આ બધાં સારાં પરિણામે, તે વર્ષ દરમ્યાન વસ્તીમાં ૧૮.૩૪ ટકા વધારે થવા છતાં થયાં હતાં અને તે ૧૪ વર્ષો દરમ્યાન મરણપ્રમાણ હજારે ૬.૭ જેટલું ઘટી ગયું હતું. પરંતુ આ બધામાં ખાસ અગત્યની વાત તો હજુ હવે આવે છે અને તે એ કે, આ બધી નાણાંકીય સમૃદ્ધિ કાઈ પણ રૂપમાં નવા કરવેરા નાખ્યા વિના જ સાધવામાં આવી હતી. પરંતુ બ્રિટિશ હિંદુસ્તાનમાં તો અત્યારની વ્યવસ્થા હેઠળ ગ્લૅડસ્ટન પોતે આવીને વહીવટ હાથમાં લે, તો પણ આવાં પરિણામે તો માથું ફોડતાંય ન જ લાવી શકે. ઉપરાંત મૈસુરમાં તો દેશી વહીવટની હજુ શરૂઆત જ છે એમ કહી શકાય. ભવિષ્યમાં દેશી અમલદારે હેઠળ તને વિકસવાની અત્યાર જેવી છૂટ કાયમ રાખવામાં આવે, તો પ્રગતિ માટે તેનું ભાવિ કેટલું વિશાળ છે. એ કલ્પનામાં લાવતાં દિંગ થઈ જવાય છે. - લોર્ડ ઈસ્લે તો હવે આ દુનિયામાં નથી. પરંતુ તેમનું નામ હિંદુસ્તાનમાં કદી નહીં ભુલાય. તે જીવતા હોત, તે તેમણે હિંમતભેર લીધેલા પગલાનાં આ સુપરિણામે જોઈ ને તે કેટલા રાજી થયા હેત ! આમ, લેર્ડ એલીસબરીએ અને ઈસ્લેએ હિંદુસ્તાનમાં બ્રિટિશ હકૂમતની દઢતાને અને હિંદુસ્તાનની આબાદીના કૂટ પ્રશ્નને આ પ્રમાણે સફળતાપૂર્વક ઉકેલ કરી બતાવ્યો છે. “સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યો” બ્રિટન તેમ જ હિંદુસ્તાન બંનેને માટે આશીર્વાદરૂપ નીવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216