Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ ૧૯૬ હિંદુસ્તાનની ગરીબાઈ અથાક પ્રયત્ન કરવા માંડ્યા. એમણે પાર્લમેંટના સભ્યને હિંદની બાબતમાં રસ લેતા કર્યા અને સર વિલિયમ ડરબન અને મિ. કેઈનની સહાયથી એમણે ઇડિયન પાર્લમેંટરી કમિટીની સ્થાપના કરી. એ કમિટીએ ઘણું વરસો સુધી હિંદની કીમતી સેવા બજાવી હતી. એઓ ચૂંટાયા તેને બીજે જ વરસે એમણે મિ. હર્બર્ટ પોલ મારફતે સિવિલ સર્વિસની પરીક્ષાઓ હિંદમાં અને ઈંગ્લંડમાં એકી. સાથે થવી જોઈએ એવો ઠરાવ રજૂ કરાવ્યો. જો કે સરકારે તો એનો વિરોધ કર્યો હતો, પણ આમની સભાએ વધુમતે એ ઠરાવને પસાર કર્યો હતો. લાહોરમાં મળનાર ૯મી મહાસભાના પ્રમુખ તરીકે એમની ચૂંટણી થઈ હતી એટલે ઈસ. ૧૮૯૩ ની આખરમાં એઓ પાછા હિંદુસ્તાન આવ્યા. પાર્લમેંટના સભ્ય થયા પછી પહેલી જ વાર એઓ હિંદ આવતા હતા એટલે મુંબઈથી લાહેર સુધીને એમના પ્રવાસ દરમિયાન સ્ટેશને સ્ટેશને એમને બાદશાહી સ્વાગત મળ્યું અને આખા દેશની જનતાએ એમને પ્રેમથી નવડાવ્યા. લાહોરમાં તે લેકાએ એમની ગાડીના ઘડા છોડી નાખ્યા અને જાતે ગાડી ખેંચી. પાર્લમેંટના સભ્ય તરીકે એમણે કરેલાં કામમાં સૌથી મહત્ત્વનું કાર્ય તો હિંદના ખર્ચની તપાસ કરવા માટે શાહી કમિશન નિભાવવાનું કાર્ય હતું. ઈ. સ. ૧૮૯૬માં આ કમિશન. નિમાયું અને ખુદ દાદાભ ઈ પણ એના સભ્ય હતા. એ કમિશનના પ્રમુખ ઉપરથી એનું નામ બી કમિશન પડયું છે. એ કમિશન આગળ દાદાભાઈએ પોતે પણ જુબાની આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216