Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર ૨૦૧ એમનું વય નેવું ઉપર થઈ ગયું હતું, શરીર નબળું પડતું જતું હતું અને એમને પિતાને પણ ભરણને આવકારતાં કોઈ જાતનો અસંતોષ રહી જાય એવું રહ્યું નહોતું. ઈ. સ. ૧૯૧૭ના જૂનની ૧લી તારીખે એમની ગંભીર માંદગીના સમાચારે આખા દેશમાં ગમગીની ફેલાવી દીધી. તરત જ એમને મુંબઈ લાવવામાં આવ્યા. ત્યાં ઉત્તમત્તમ ડાકટરોએ ઉપચાર કરવા માંડયા પણ જ્યાં આયુ ખૂટયું હોય ત્યાં ઉપચાર શું કરે. આખરે ૩૦મી જૂનની શાંત સંધ્યા સમયે એમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216