Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ . હિંદુસ્તાનની ગરીબાઈ અવસ્થામાં ૭૭–૭૮ વર્ષની વયે એ મહેનત કરતાં એમને થાક અને કંટાળો આવ્યો હોય એ તદ્દન સંભવિત છે. આમ છતાં એ પુસ્તક હિંદની આર્થિક સ્થિતિ સંબંધે માહિતીનો ભારે ભંડાર છે. - ઈ. સ. ૧૯૦૫માં આમસ્ટરડામમાં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ સોશિયલ ડિમેક્રેટ્સનું અધિવેશન ભરાયું હતું. તેમાં. હિંદના પ્રતિનિધિ તરીકે દાદાભાઈ એ હાજરી આપી હતી અને હિંદમાં પ્રવર્તતી અંગ્રેજી રાજ્યની પદ્ધતિને વાડી, કાઢતા ઠરાવ ઉપર ભારે અસરકારક ભાષણ કર્યું હતું. એ જ વર્ષે પાર્લમેંટની ચૂંટણી વખતે એમને લિબરલ પક્ષે પિતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા પણ એ પક્ષમાં જ ફાટફૂટ પડવાને કારણે એ વિભાગમાં ભારે રસાકસી થઈ અને તેમાં દાદાભાઈ હારી ગયા. આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો અમલ હિંદમાં, ચાલતો હતો. બંગાળના ભાગલા થઈ ચૂક્યા હતા અને દેશમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. મહાસભામાં પણ નરમ અને ગરમ એવા બે પક્ષે પડી ગયા હતા, અને મહાસભામાં ભંગાણ પડવાની ધાસ્તી ઊભી થઈ હતી. આવે વખતે દેશનું સુકાન કુશળતાપૂર્વક સંભાળી શકે એવા પુરુષની શોધ કરવાની હતી અને આખરે દાદાભાઈ ઉપર. આ જોખમદારીભર્યું કામ આવી પડ્યું. આમ ત્રીજી વાર એમને આ માન આપવાનું આખા દેશે એકમતે નક્કી કર્યું. એઓ જ્યારે હિંદ આવવા ઊપડવા, ત્યારે વિલાયતના મિત્રોએ એમને અનેક સભાઓમાં ભાવભરી વિદાય આપી.. તેઓ જ્યારે મુંબઈ બંદરે ઉતર્યા, ત્યારે ત્યાં પણ મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216