Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ સ્વદાદાભાઈનું જીવનચરિત્ર ૧૯ પારસીઓ વિલાયતમાં ખ્રિસ્તી થઈ ગયા હતા એટલે પારસીઓ પૈસા આપવા તૈયાર થયા નહિ અને એમનું વિલાયત જવાનું બન્યું નહિ. આથી દાદાભાઈએ નોકરીની શોધ કરવા માંડી. સેક્રેટેરિયેટમાં મહિને ૧૪૦ રૂપિયાની કારકુનની જગ્યા એમને મળે એમ હતી. પણ તે જગ્યા, સ્વીકારવા પહેલાં એઓ પોતાના પ્રિન્સિપાલ પૅજેટ સાહેબની સલાહ લેવા ગયા. તેમણે સરકારી નોકરી સ્વીકારવાની સલાહ ન આપી. એટલે દાદાભાઈ મુંઝવણમાં પડવ્યા. પણ એ જ વખતે એમને એલિફન્સ્ટન ઈન્સ્ટિટયુટમાં નેટીવ હેડ ઍસિસ્ટંટ તરીકે નીમવામાં આવ્યા અને એમની મૂંઝવણુનો અંત આવ્યો. ઈ. સ. ૧૮૫૦માં એ જ સંસ્થામાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના મદદનીશ અધ્યાપક તરીકે એમની નિમણૂક થઈ, અને પાછળથી ૧૮૫૪માં એ જ વિષયના મુખ્ય અધ્યાપકની જગ્યાએ એઓ કાયમ થયા. આખા દેશમાં આમ અધ્યાપકપદે નિમાનાર એઓ. પહેલા જ હતા, અને એ માનભર્યો પદે એમણે ભારે કાબેલિયતથી કામ કર્યું. ત્યાં એ લાંબો વખત ટક્યા નહિ. ઈ. સ. ૧૮૫૬માં કામા એન્ડ કંપની નામની પારસી વેપારી પેઢીના વ્યવસ્થાપક તરીકે એઓ લંડન ઊપડી ગયા. - ઈ. સ. ૧૮૪૫માં એમને અભ્યાસ પૂરો થયો, અને ૧૮૫૬માં એઓ વિલાયત જવા ઊપડવ્યા. આ અગિયાર વરસના ગાળામાં એમણે જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હતી તેનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ. પ્રિન્સિપાલ પટનની મદદથી એમણે “ધ ટુડસ લિટરરી 'એન્ડ સાયન્ટિફિક એસાયટી' નામના મંડળની સ્થાપના કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216