Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ ૧૯૦ , હિંદુસ્તાનની ગરીબાઈ ... અને તેના તરફથી “ધ ટુડન્ટ્સ લિટરટી મિલેની” નામનું સામયિક પણ શરૂ કર્યું. ગુજરાતીમાં અને મરાઠીમાં ચર્ચા ચલાવવા માટે આ જ મંડળની ગુજરાતી અને મરાઠી શાખાઓ પણ “જ્ઞાન પ્રસારક મંડળી’ને નામે શરૂ કરવામાં આવી, અને ગુજરાતી શાખામાં એમણે પૂરા ઉત્સાહથી ચર્ચામાં ભાગ લેવા માંડયો. આ ચર્ચામંડળ ચર્ચામાં જ ન પુરાઈ રહ્યું. એના એક સભ્ય શ્રી. બહેરામજી ગાંધીએ એક સભામાં સ્ત્રીકેળવણી ઉપર ખૂબ જોરદાર નિબંધ વાંચ્યો. પ્રિન્સિપાલ પિટને પણ એમના ઉત્સાહને વધાવી લીધે અને સહુ સભ્યને એ બાબતમાં કંઈક અમલી પગલાં લેવા આગ્રહ કર્યો. પરિણામે દાદાભાઈ અને બીજા બે ચાર મિત્રાએ નોકરીમાંથી બચતો વખત એ કામમાં ખર્ચવાને ઠરાવ કર્યો અને મહાલે મહાલે ફરી છોકરીઓનાં માબાપને સમજાવી કન્યાવર્ગોની શરૂઆત કરી. આમ શરૂઆતમાં કાઈને એટલે બેસતા કન્યાવર્ગો એ જ પાછળથી આ મંડળના હાથ નીચે ચાલતી ગુજરાતી અને મરાઠી કન્યાશાળાઓ થઈ પડી અને આમ દાદાભાઈ મુંબઈમાં કન્યાકેળવણીના પિતા કહેવાયા. આજે પણ એ મંડળ પિતાની મરાઠી શાળાઓ ચલાવ્યે જાય છે, પણ પારસી કન્યાશાળાએ તિ ઝરસ્તી ગર્લસ સ્કૂલ એસોસિયેશને પિતાના વહીવટમાં લઈ લીધી છે, અને સ્વ. શ્રી બંગાલીની ઉદાર સખાવતે તેને સમૃદ્ધ પણ બનાવી છે. - ઈ. સ. ૧૮૫૧માં એમણે “રાસ્ત ગોફતાર' નામે ગુજરાતી અઠવાડિક છાપું શરૂ કર્યું, અને તે દ્વારા નવા વિચારે અને આદર્શોને પ્રચાર કરવા માંડ્યો. બાળલગ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216