________________
થોડું મારા માટે...
જ્ઞાન એ પ્રકાશ છે. પ્રકાશની હયાતિમાં અંધકાર અદશ્ય જ રહે છે. તેમ જ્ઞાનરૂપી પ્રકાશ જેમનાં હદયકુંજમાં પથરાયેલું છે તેમનાં અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા અને અસૂયા રૂપી અંધકાર પૂછે તથા તેનાથી ઉત્પન્ન થનારા અશાંતિ, દુઃખ, ખેદ કે શાકરૂપી દુર્ગુણ ટકી શકતા નથી. - દુર્લભ માનવ જીવનને સફળ બનાવવા માટે ધર્મશાસ્ત્રની ઓળખ કરવી પડશે. એ ધર્મશાસ્ત્ર ઓળખવા માટે સંસ્કૃત અભ્યાસ હે જરૂરી છે. એ સંસ્કૃત અભ્યાસ સહેલાઈથી થઈ શકે તે માટે હૈમલઘુપ્રક્રિયા નામનું લઘુ વ્યાકરણ ગુજરાતી ભાષાન્તર સાથેનું સંસ્કૃતરૂપ વિદ્વાજનોના કરકમલમાં મૂકતાં હું ઘણે જ આનંદ અનુભવું છું. હવે આના માધ્યમ દ્વારા અભ્યાસીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે એ મને વિશ્વાસ છે.
આ પુસ્તકનો અભ્યાસ કરી અભ્યાસીઓ વ્યાકરણ પ્રત્યે રૂચિવાળા થાઓ એજ શુભેચ્છા. ન્યાયવિશારદ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ને સ્મૃતિ દિવસ
| વિજય પ્રિયંકરસૂરિ વિ. સં. ૨૦૪૮ તા. ૧૭-૧૨-૯૧ શ્રી દશાપોરવાડ સા. મંગળવાર
જૈન સંઘ માગશર સુદ ૧૧ મૌન એકાદશી
જૈન ઉપાશ્રય સવારે ૮-૪૫
પાલડી બસ સ્ટેન્ડ પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭