________________
૬૪૦ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર કૌટુમ્બિક-ક્લેશ, મારામારી, શરીરના રોગો ઈત્યાદિ અનેક દુઃખો હોવાથી ઉદ્વેગ પામેલા. હોય છે. આ રીતે ચારે ગતિરૂપ ભવથી ભય પામેલા હોવાથી એષણાદિ કાર્ય કરવામાં (ગોચરીચર્યા કરવામાં, વિહારાદિ કરવામાં, કેશલોચાદિ કરવામાં, બ્રહ્મચર્યાદિના પાલનમાં) જરા પણ ભય પામતા નથી, થાકતા નથી, પણ અત્યન્ત સ્થિર થાય છે. સ્થિરતાને પ્રાપ્ત કરે છે. હોંશે હોંશે તે તે કાર્યમાં જોડાય છે.
તથા પોતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે જે ગુણો છે તે ગુણો રૂપી બગીચામાં હરવા-ફરવામાં એટલે કે લયલીનતા પ્રાપ્ત કરવામાં ઘણો આનંદ આનંદ થાય છે. તે કાળે એટલી બધી અપરિમિત સુખની અને આનંદની પ્રાપ્તિ થાય છે કે જેમાં તે ભવનો ભય તેની અંદર ડૂબી જાય છે. આ આનંદની અંદર પેલો ભય વિસરાઈ જાય છે. ચાલ્યો જાય છે. સર્વથા ભવ-ભય નાશ પામી જાય છે. આત્મગુણોના આનંદની સાથે ભવભય સ્વતઃ જ નષ્ટ થઈ જાય છે.
આત્માના ગુણોનું જ માત્ર ધ્યાન કરનારા અને તે ધ્યાનની લીલામાં લીન બનેલા તથા સુખાવસ્થા હોય કે દુઃખ અવસ્થા હોય એમ બન્ને અવસ્થામાં સમભાવ રાખનારા, બન્ને કાલે સમાન અવસ્થાવાળા, સુખમાં રાગ ન કરનારા અને દુઃખમાં દ્વેષ ન કરનારા મહાત્મા પુરુષોને સ્વતઃ જ ભયનો અભાવ થઈ જાય છે. મહાઆનંદની સાથે ભય નષ્ટ થઈ જાય
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે સંસારથી ઉદ્વેગ પામેલા એટલે કે જન્મ-જરા-મરણ રોગ-શોક ઈત્યાદિ અપાર દુઃખોની ખાણ તુલ્ય આ સંસારથી જે મહાત્મા પુરુષ ઉદ્વેગ પામ્યા છે, કંટાળ્યા છે. જેમ બને તેમ જલ્દી નીકળવાની જ મનોવૃત્તિ ધરાવે છે તે મહાત્મા પુરુષ તેના ઉપાય રૂપે સૌથી પ્રથમ વીતરાગ પરમાત્માથી પ્રણીત શાસ્ત્રોનો સમ-દષ્ટિ એવા નિગ્રંથ ગુરુઓ પાસે અભ્યાસ કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે સમ્યજ્ઞાનગુણના આરાધક અને જ્ઞાનગુણની પ્રાપ્તિ કરનારા બને છે.
ત્યાર બાદ વસ્તુસ્થિતિ જેમ જેમ સમજાતી જાય છે. તેમ તેમ કહેનારા પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ વધતો જ જાય છે. તેના પ્રતાપે ન સમજાય તેવા વિષયો ઉપર પણ પરમશ્રદ્ધા થતાં સમ્યગ્દર્શનગુણના આ મહાત્મા પુરુષો આરાધક બને છે અને નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરનારા થાય છે. તેનાથી પોતાનું આચરણ સુધરતાં દેશવિરતિ અને સર્વવિરતિધર્મ સ્વીકારી ચારિત્રધર્મનું પણ આરાધન કરનારા થાય છે. આ રત્નત્રયીનો અભ્યાસ થવાથી આચરેલા ધર્મકાર્યમાં મન-વચન-કાયાના યોગોની અને જ્ઞાનદશામય